
દિલ્લીની 7 લોકસભા સીટો પર આપે કરાવ્યો સર્વે, જાણો ચોંકાવનારા પરિણામ
દિલ્લીમાં લોકસભા ચૂંટણી અંગે કરાયેલા ઈન્ટરનલ સર્વેમાં આમ આદમી પાર્ટીએ સાતે સીટો પર જીતવાનો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ સર્વે 5 અને 6 માર્ચના રોજ ત્યારે કરાવવામાં આયો જ્યારે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ સર્વેમાં ફોન પર લોકો પાસે મંતવ્ય માંગવામાં આવ્યા. જેના પરથી એ માહિતી નીકળી કે કેટલા ટકા લોકો આમ આદમી પાર્ટીને મત આપવા માંગે છે. સર્વેમાં જાણવા મળ્યુ કે કુલ 52 ટકા લોકો આવનારી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપશે જ્યારે માત્ર 36 ટકા લોકો ભાજપને મત આપશે.

આપના સર્વેમાં કેવી છે કોંગ્રેસની સ્થિતિ
આપના આ ચૂંટણી સર્વે અનુસાર કોંગ્રેસને 7 ટકા જ્યારે અન્યને 5 ટકા મત જ આપવામાં આવશે. આ સર્વે વિશે આમ આદમી પાર્ટીએ કહ્યુ છે કે કોંગ્રેસને એટલા ઓછા મતો મળવાની સંભાવના છે કે જો ગઠબંધન થઈ પણ જતુ તો કોંગ્રેસ પોતાના ભાગની સીટો હારી જતી. વળી સર્વે વિશે આપે પોતે કહ્યુ છે કે દિલ્લીમાં આમ આદમી પાર્ટી માટે 2015 વિધાનસભા ચૂંટણી જેવો માહોલ છે અને નવા ક્લાસરૂમ, ફ્લાયઓવર, પાણી-સીવરની નવી લાઈનો સહિત બીજા વિકાસ કાર્યોના કારણે પાર્ટીની લોકપ્રિયતાનો ગ્રાફ વધ્યો છે.

સર્વેમાં શું છે વેપારીઓનું મંતવ્ય
આમ આદમી પાર્ટીના આ ચૂંટણી સર્વેમાં વેપારીઓનું મંતવ્ય લેવામાં આવ્યુ છે. જેનાથી માલુમ પડ્યુ છે કે સીલિંગ વેપારી પરેશાન છે. સીલિંગ, જીએસટી અને નોટબંધીના કારણે ભાજપને ભારે નુકશાન થવાનું છે. સર્વે અનુસાર એક મહિના પહેલા સુધી મુસ્લિમોના અમુક ટકા મતો કોંગ્રેસ તરફ જઈ રહ્યા હતા પરંતુ કોંગ્રેસે ગઠબંધનની ના પાડ્યા બાદ એ સંદેશ ગયો છે કે કોંગ્રેસ એક રીતે ભાજપની મદદ કરી રહી છે. એવામાં કોંગ્રેસને મુસ્લિમ સમાજના 14 ટકા મતો મળતા દેખાઈ રહ્યા છે.

ભારત પાક તણાવી પર પણ પૂછવામાં આવ્યા સવાલ
ભારત પાક તણાવ પર પૂછવામાં આવેલા સવાલમાં લોકોનું કહેવુ છે કે દેશ સંપૂર્ણપણે સેના સાથે છે પરંતુ ભાજપ આનુ રાજકીયકરણ કરી રહી છે. લોકો ભાજપના નેતાઓના નિવેદનોથી જરા પણ ખુશ નથી જોવા મળી રહ્યા. 54 ટકા લોકોનું કહેવુ છે કે ભાજપ સમગ્ર મામલાનું રાજકીયકરણ કરી રહ્યુ છે જેનું નુકશાન તેણે ભોગવવુ પડશે.
આ પણ વાંચોઃ તો જૂઠ બોલી રહ્યુ છે પાકિસ્તાન, બાલાકોટમાં હુમલાવાળી જગ્યાએ મીડિયા પર પ્રતિબંધ