For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણે આપી અવિવાહિત અટલ બિહારી વાજપેયીને મુખાગ્નિ

પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ અટલ બિહારી વાજપેયીને તેમની દત્તક લીધેલી પુત્રી નમિતા ભટ્ટાચાર્યએ મુખાગ્નિ આપી.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ અટલ બિહારી વાજપેયીના શુક્રવારે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર હિંદુ રીતિ-રિવાજો સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અટલ બિહારી વાજપેયી અવિવાહિત હતા. એ વાતની ચર્ચા થઈ રહી હતી કે તેમના અંતિમ સંસ્કાર કોણ કરશે. વાજપેયીની દત્તક પુત્રી, જમાઈ, ભત્રીજા કે ભાણિયા? આનો જવાબ ત્યારે મળ્યો જ્યારે તેમની દત્તક લીધેલી પુત્રી નમિતા ભટ્ટાચાર્યએ તેમને મુખાગ્નિ આપી.

દોહિત્રીને મળ્યો તિરંગો, પુત્રીએ આપી મુખાગ્નિ

દોહિત્રીને મળ્યો તિરંગો, પુત્રીએ આપી મુખાગ્નિ

નમિતા ભટ્ટાચાર્યના પતિ રંજન ભટ્ટાચાર્ય પણ વાજપેયીના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા. નમિતા અને રંજનની પુત્રી નિહારિકા પણ રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર હાજર હતી. અટલ બિહારી વાજપેયીને જે તિરંગામાં રાખવામાં આવ્યા હતા તે તિરંગો નિહારિકાને આપવામાં આવ્યો. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા પ્રતિનિધિઓએ વાજપેયીને શ્રધ્ધાંજલિ આપી. શ્રધ્ધાંજલિ બાદ નિહારિકાને એ તિરંગો સોંપવામાં આવ્યો જેમાં અટલ બિહારીને રાખવામાં આવ્યા હતા અને તેમના પાર્થિવ શરીરને તાબૂતમાંતી કાઢીને અર્થી પર રાખવામાં આવ્યુ. વાજપેયીના પાર્થિવ શરીર અર્થી પર રખાયા બાદ શબ યાત્રા નીકળી જેમાં આગળ નમિત ભટ્ટાચાર્ય જ ચાલી રહી હતી. થોડી વાર પછી વાજપેયીના પાર્થિવ શરીરને ચિતા પર રાખવામાં આવ્યુ અને નમિતા ભટ્ટાચાર્યએ તેમને મુખાગ્નિ આપી.

નમિતાની મા રાજકુમારી કોલ હતી વાજપેયીની દોસ્ત

નમિતાની મા રાજકુમારી કોલ હતી વાજપેયીની દોસ્ત

અટલ બિહારી વાજપેયીએ કોલેજના જમાનાની દોસ્ત રાજકુમારી કોલની પુત્રી નમિતાને દત્તક લીધી હતી. રાજકુમારી કોલ અને અટલ બિહારી વાજપેયી ગ્વાલિયરનૈ વિક્ટોરિયા કોલેજ (હવે લક્ષ્મીબાઈ કોલેજ) માં સાથે ભણતા હતા. બંને ખૂબ સારા દોસ્ત હતા. અટલ બિહારી વાજપેયી રાજકુમારી કોલના પરિવાર સાથે જ દિલ્હીમાં રહેતા પણમ હતા. વાજપેયી જ્યારે પીએમ બન્યા તો તેમના સરકારી નિવાસ પર રાજકુમારી કોલ પોતાની પુત્રી નમિતા અને જમાઈ રંજન ભટ્ટાચાર્ય સાથે રહેતી હતી. વાજપેયીએ 70 ના દાયકામાં નમિતાને અધિકૃત રીતે દત્તક લીધી હતી.

1983 માં વાજપેયીની મંજૂરી બાદ થયા નમિતાના લગ્ન

1983 માં વાજપેયીની મંજૂરી બાદ થયા નમિતાના લગ્ન

નમિતાના લગ્ન 1983 માં થયા હતા. કોલ પરિવાર વાજપેયીનો પોતાનો પરિવાર બની ચૂક્યો હતો. આના કારણે નમિતાના લગ્ન પણમ વાજપેયીની મંજૂરી બાદ જ થયા હતા. રાજકુમારી કોલની બે પુત્રીઓ છે. મોટી પુત્રી નમિતા છે જ્યારે નાની પુત્રીનું નામ નમ્રતા છે. નમ્રતા ડૉક્ટર છે અને અમેરિકામાં રહે છે. નમિતાએ દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કર્યુ અને તે આ જ કોલેજમાં પહેલી વાર રંજન ભટ્ટાચાર્યને મળ્યા હતા. બંનેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને બાદમાં લગ્ન થઈ ગયા.

વાજપેયીને ત્રણ મોટા ભાઈ અને ત્રણ બહેનો છે

વાજપેયીને ત્રણ મોટા ભાઈ અને ત્રણ બહેનો છે

અટલ બિહારી વાજપેયીના પરિવારની વાત કરીએ તો તેમની ભત્રીજી કાંતિ મિશ્રા અને ભાણી કરુણા શુક્લા છે. ગ્વાલિયરમાં અટલજીના ભત્રીજા દીપક વાજપેયી અને ભાણિયા સાંસદ અનુપ મિશ્રા પરિવાર સહિત દિલ્હી પહોંચ્યા છે. અટલ બિહારી વાજપેયીના પરિવારમાં તેમના માતપિતા ઉપરાંત ત્રણ મોટા ભાઈ અવધ બિહારી, , સદા બિહારી અને પ્રેમ બિહારી અને ત્રણ બહેનો છે.

આ પણ વાંચોઃ ફોટાઃ રાજનીતિના અજાત શત્રુ અટલ બિહારી વાજપેયી અંતિમ સફર પરઆ પણ વાંચોઃ ફોટાઃ રાજનીતિના અજાત શત્રુ અટલ બિહારી વાજપેયી અંતિમ સફર પર

આ પણ વાંચોઃ પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા છે અટલ, કોણ છે વારસદાર?આ પણ વાંચોઃ પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા છે અટલ, કોણ છે વારસદાર?

English summary
daughter namita performs last rites for atal bihari vajpayee at Smriti Sthal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X