Dawood Ibrahim : દાઉદના ભાણેજે કર્યો ખુલાસો, મામાએ બીજા લગ્ન કર્યા છે

મુંબઇ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય સુત્રધાર અને ભારતનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ દાઉદ ઇબ્રાહિમ હાલ કરાચીમાં છે. જ્યાં તેણે બીજા લગ્ન કર્યા છે. આ અંગે તેના ભાણેજે માહિતી આપી હતી. આ સાથે તેના ભાણેજે ઘણા અન્ય ખુલાસા પણ કર્યા હતા.

Dawood Ibrahim : ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમ અંગે તેના ભાણેજે ઘણા ખુલાસા કર્યા છે. ભારતીની નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એજન્સીની ચાલી રહેલી તપાસ ભગેડુ અંડરવાર્લ્ડ ડોન વિશે તેના ભાણેજે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

દાઉદ ઇબ્રાહિમની સ્વર્ગસ્થ બહેન હસીના પારકરના પુત્ર અલીશાહ ઇબ્રાહિમ પારકરે એનઆઇએને જણાવ્યું હતું કે, મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનના કરાચી શહેરમાં અબ્દુલ્લા ગાજી બાબાની દરગાહ પાસે રહે છે.

દાઉદ ઈબ્રાહિમ પર મોટો ખુલાસો

દાઉદ ઈબ્રાહિમ પર મોટો ખુલાસો

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તાજેતરમાં અંડરવર્લ્ડના કેટલાય કુખ્યાત ગેંગસ્ટરોની ધરપકડ કરી હતી અને આ માટે મુંબઈમાં અનેકસ્થળોએ રેડ કરવામાં આવી હતી.

આ દરમિયાન NIA દ્વારા ગેંગસ્ટરોની પૂછપરછ બાદ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાંઅંડરવર્લ્ડ ડાઉનને લઈને અનેક ખુલાસા કરવામાં આવ્યા છે.

પહેલી પત્ની મહજબીનને છૂટાછેડા આપ્યા નથી

પહેલી પત્ની મહજબીનને છૂટાછેડા આપ્યા નથી

આવા સમયે ટાઈમ્સ નાઉના એક અહેવાલમાં એનઆઈએના દસ્તાવેજોને ટાંકીને લખ્યું હતું કે, દાઉદ ઈબ્રાહિમના ભાણેજે એનઆઈએનેજણાવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમે કરાચીમાં ફરીથી લગ્ન કર્યા છે અને તેની બીજી પત્ની પઠાણ મૂળની છે.

અલીશાહ ઈબ્રાહિમે NIAને જણાવ્યુંકે, દાઉદે તેની પહેલી પત્ની મહજબીનને છૂટાછેડા આપ્યા નથી અને તે હજૂ પણ મુંબઈમાં તેના સંબંધીઓના સંપર્કમાં છે.

દુબઈમાં મળ્યા માસી-ભાણેજ

દુબઈમાં મળ્યા માસી-ભાણેજ

અલીશાહ ઈબ્રાહિમે NIAને જણાવ્યું કે, તે ગયા વર્ષે દુબઈમાં તેની માસી મહજબીનને મળ્યો હતો.

ગયા વર્ષે આતંકવાદ વિરોધી તપાસએજન્સી એનઆઈએએ કથિત રીતે વૈશ્વિક આતંકવાદી નેટવર્ક ચલાવવા બદલ દાઉદ ઈબ્રાહિમ, તેના સાથી છોટા શકીલ અને 'ડી કંપની'નાઅન્ય ત્રણ સભ્યો વિરુદ્ધ મુંબઈની વિશેષ અદાલત સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી.

ડી કંપનીના બાકીના ત્રણ સભ્યોની ગયા વર્ષે ઓગસ્ટમાંધરપકડ કરવામાં આવી હતી અને આ તમામ લોકો મૂળ મુંબઈના છે.

ભારતમાં ફરી હુમલાનું કાવતરું

ભારતમાં ફરી હુમલાનું કાવતરું

NIAએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીએ આતંકવાદી ગતિવિધિઓમાં મદદ કરવા માટે ભારતમાં એકવ્યક્તિને હવાલા ચેનલો દ્વારા મોટી રકમ મોકલી હતી, જેની ધરપકડ કરવામાં આવી છે.

તપાસ એજન્સીએ એવો પણ દાવો કર્યો છે કે,આરોપીઓએ મુંબઈ અને ભારતના અન્ય ભાગોમાં સનસનાટીભર્યા આતંકવાદી અને ગુનાહિત કૃત્યો કરવા અને લોકોના મનમાં આતંકનોમાહોલ બનાવવા માટે ભંડોળ મેળવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X