For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દિલ્લી કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે MCD શાળાઓમાં શિક્ષણની નબળી ગુણવત્તાની તપાસનો આદેશ આપ્યો'

દિલ્લી કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ(DCPCR) એ આજે ​​MCD શાળાઓમાં શિક્ષણની નબળી ગુણવત્તા અંગે MCDને નોટિસ મોકલી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ(DCPCR) એ આજે ​​MCD શાળાઓમાં શિક્ષણની નબળી ગુણવત્તા અંગે MCDને નોટિસ મોકલી છે. કમિશને એમસીડી દ્વારા સંચાલિત શાળાઓમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં વારંવાર નિષ્ફળતાની તપાસનો આદેશ પણ આપ્યો છે. આ ઉપરાંત, DCPCRએ નોટિસનો જવાબ આપવા માટે MCDને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. MCDને 19 સપ્ટેમ્બર સુધીમાં નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યુ છે.

school

આ સંદર્ભમાં ડીસીપીસીઆરના પ્રમુખ અનુરાગ કુંડુએ ટ્વીટ કર્યુ, ડીસીપીસીઆરએ એમસીડી શાળાઓમાં શિક્ષણની નબળી ગુણવત્તાની તપાસના આદેશ આપ્યા છે. MCD શાળાઓનુ પ્રદર્શન સમગ્ર ભારતમાં તળિયેથી પાંચમા ક્રમે છે.' ડીસીપીસીઆર દ્વારા જાહેર કરાયેલી તપાસની નોટિસ જણાવે છે કે પ્રાથમિક શિક્ષણ પ્રદાન કરવાની જવાબદારી દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ(NAS) 2021 વર્ગ IIIના પરિણામો MCD શાળાઓમાં શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તા પર સીધી ટિપ્પણી છે.

રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણમાં ધોરણ 3 ના પરિણામો MCD શાળાઓમાં શિક્ષણ અને શિક્ષણનુ નિરાશાજનક ચિત્ર બતાવે છે, જે દિલ્લીને ભારતમાં 5 સૌથી ખરાબ પ્રદર્શન કરનારા રાજ્યોમાં સ્થાન આપે છે. વાસ્તવમાં, દિલ્લીના મ્યુનિસિપલ કોર્પોરેશનના ધોરણ 3ના પરિણામો ભાષા, ગણિત અને પર્યાવરણીય અભ્યાસ એમ ત્રણેય વિષયોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછા છે. ભાષામાં ધોરણ 3 માટે રાજ્યનો સરેરાશ સ્કોર 52 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 62 ટકા છે.

ડીસીપીસીઆર દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યુ છે કે એ નોંધવુ જોઇએ કે નબળા પ્રદર્શનને સાધારણ ગણી શકાય નહિ કારણ કે નેશનલ અચિવમેન્ટ સર્વે 2017માં વર્ગ 3 માટેનો સ્કોર 58 ટકા હતો. આથી કમિશને દિલ્લી મ્યુનિસિપલ કૉર્પોરેશનને નોટિસ પાઠવી ખરાબ કામગીરી માટે ખુલાસો માંગ્યો છે. 19 સપ્ટેમ્બર સુધી બે અઠવાડિયામાં આ સ્પષ્ટતા આપવાનો સમય આપવામાં આવ્યો છે.

English summary
Delhi Commission for Protection of Child Rights orders probe into poor quality of education in MCD schools said Anurag Kundu, Chairman, DCPCR
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X