દિલ્હીઃ સીરિયલ કિલર ચંદ્રકાંત ઝાને સજા એ મોત

દિલ્હીની રોહિણી અદાલતે આજે ચંદ્રકાંત ઝાને એક વ્યક્તિની હત્યા કરવા અને તેનું માથું કાપીને બાકીનો મૃતદેહ તિહાર જેલની બહાર ફેંકવાના મામલામાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. આ મામલામાં 24 જાન્યુઆરીએ કોર્ટે તેને દોષી પુરવાર કર્યો હતો.
ચંદ્રકાંત ઝા વ્યવસાયે એક શાકભાજી વેચનાર હતો. તેણે 2006-2007માં અમિત, ઉપેન્દ્ર અને દીલિપના ક્રુરતાપુર્વક હત્યા કરી નાંખી હતી અને તિહાર જેલના ગેટ પાસે તેમના મૃતદેહ ફેંકી દીધા હતા. તેણે બોલાચાલી બાદ આ ત્રણેયની હત્યા નિપજાવી હતી. ચંદ્રકાંત ઝા પર એવો પણ આરોપ છે કે તેણે પોલીસને પત્ર લખીને પડકાર ફેંક્યો હતો કે પોલીસમાં દમ હોય તો તેને પકડી બતાવે.












Click it and Unblock the Notifications
