રોહિંગ્યા શરણાર્થીઓને EWS ફ્લેટ્સમાં ટ્રાંસફર કરવાનો ફેંસલો આવકાર્ય: હરદીપ સિંહ પુરી
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, સરકાર હવે રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીમાં આર્થિક નબળા વિભાગ (EWS) પ્લોટમાં સ્થાનાંતરિત કરશે. મંત્રીએ આ નિર્ણય પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. આ
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, સરકાર હવે રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીમાં આર્થિક નબળા વિભાગ (EWS) પ્લોટમાં સ્થાનાંતરિત કરશે. મંત્રીએ આ નિર્ણય પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. આ ફ્લેટ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને ત્યાં દિલ્હી પોલીસ તેમને સુરક્ષા આપશે.

પુરીએ ટ્વીટ કરીને લખ્યું કે ભારતે હંમેશા દેશમાં શરણ માંગનારા લોકોનું સ્વાગત કર્યું છે. એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, તમામ રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં EWS ફ્લેટમાં શિફ્ટ કરવામાં આવશે. તેમને મૂળભૂત સુવિધાઓ, UNHCR ID અને ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, તંબુઓમાં રહેતા લગભગ 1100 રોહિંગ્યાઓને મૂળભૂત સુવિધાઓ અને 24 કલાક સુરક્ષાથી સજ્જ ફ્લેટમાં શિફ્ટ કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાનીમાં રોહિંગ્યાઓના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા દિલ્હીના મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવી હતી અને તેમાં દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. જુલાઈના છેલ્લા સપ્તાહમાં યોજાયેલી આ બેઠકમાં આગની ઘટના બાદ રોહિંગ્યાઓને મદનપુર ખાદર વિસ્તારમાં સ્થળાંતર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમના ટેન્ટનું ભાડું 7 લાખ રૂપિયા પ્રતિ માસ હતું, જે દિલ્હી સરકાર ઉઠાવી રહી છે. હવે આ શરણાર્થીઓને દિલ્હીની બહારના બક્કરવાલા ગામમાં નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) ફ્લેટમાં શિફ્ટ કરવામાં આવશે. EWS કેટેગરીના કુલ 250 ફ્લેટ છે.
કોરોના સમયે આઇસોલેશન સેન્ટર બન્યું હતું
તમને જણાવી દઈએ કે જ્યારે કોરોના રોગચાળો ચરમસીમા પર હતો ત્યારે સરકારે આ ફ્લેટ્સને આઈસોલેશન સેન્ટરમાં ફેરવી દીધા હતા. હવે તેનો ઉપયોગ રોહિંગ્યાઓને આશ્રય આપવા માટે કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફ્લેટમાં શિફ્ટ થયેલા તમામ રોહિંગ્યા શરણાર્થીઓ સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત (યુએનએચસીઆર)નું વિશિષ્ટ આઈડી ધરાવે છે અને તેમની વિગતો રેકોર્ડ પર છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
