For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલ કિલ્લા હિંસાના આરોપી દીપ સિદ્ધુનુ માર્ગ અકસ્માતમાં મોત, જાણો તેના વિશે બધુ

પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનુ માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યુ છે. જાણો તેમના જીવન વિશે -

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનુ માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યુ છે. મંગળવારે રાતે કુંડલી માનેસર હાઈવે પર દિલ્લીથી પંજાબ પાછા આવતી વખતે 37 વર્ષના દીપ સિદ્ધુ માર્ગ અકસ્માતનો શિકાર બન્યા જેમાં તેમનો જીવ જતો રહ્યો. દીપ સિદ્ધુ અભિનેતા હોવા ઉપરાંત અમુક વિવાદો માટે પણ ચર્ચામાં રહ્યા છે. ગયા વર્ષે 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસામાં દીપ સિદ્ધુ પણ આરોપી હતા. આ મામલે તે જામીન પર હતા. જાણો તેમના જીવન વિશે -

પંજાબના મુક્તસરના રહેવાસી હતા દીપ સિદ્ધુ

પંજાબના મુક્તસરના રહેવાસી હતા દીપ સિદ્ધુ

દીપ સિદ્ધુ પંજાબના મુક્તસર સાહિબ જિલ્લાના ઉદેકરણ ગામમાં જન્મ્યા હતા. દીપ સિદ્ધુ વકીલાતનો અભ્યાસ કરવા માટે પૂણે ગયા અને પછી મુંબઈમાં જ વસી ગયા. દીપે બાલાજી ફિલ્મ્સ માટે વકીલ તરીકે કામ શરુ કર્યુ ત્યારબાદ તે ખુદ એક્ટિંગમાં આવી ગયા. તેમને ફિલ્મોમાં લાવવામાં દેઓલ પરિવારનુ પણ યોગદાન માનવામાં આવે છે.

2017માં શરુ કરી ફિલ્મ કરિયર

2017માં શરુ કરી ફિલ્મ કરિયર

દીપ સિદ્ધુએ પંજાબી અભિનેતા તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. દેઓલ પરિવારના ઘરેલુ બેનર 'વિજેતા ફિલ્મ્સ' હેઠળ દીપે 2015માં હીરો તરીકે પોતાની પહેલી પંજાબી ફિલ્મ 'રમતા જોગી'માં કામ કર્યુ. 2019માં તે ફિલ્મ 'સાડે આલે'માં દેખાયા. ત્યારબાદ દીપ સિદ્ધુની 2020માં ઘણી ફિલ્મો આવી. દીપે મુંબઈમાં એક મૉડલ તરીકે પણ ઘણા ફેશન શોમાં ભાગ લીધો.

ખેડૂત આંદોલનથી આવ્યા ચર્ચામાં

ખેડૂત આંદોલનથી આવ્યા ચર્ચામાં

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં 2020માં જ્યારે ખેડૂતો પંજાબથી દિલ્લી તરફ આવ્યા ત્યારે દીપ સિદ્ધુ ચર્ચામાં આવ્યા હતા. દીપનો અંગ્રેજીમાં એક પોલિસ અધિકારી સાથે બોલાચાલી કરવાનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ તે સતત ખેડૂત આંદોલન સાથે જોડાયેલા રહ્યા. ત્યારબાદ 26 જાન્યુઆરી, 2021ના રોજ દિલ્લીમાં હિંસા બાદ તે ચર્ચામાં આવ્યા. લાલ કિલ્લા પર થયેલી હિંસામાં દીપ સિદ્ધુ પર પણ શામેલ થવાનો આરોપ લાગ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી. બાદમાં તેઓ જામીન પર છૂટ્યા.

ઘણા ભાજપ નેતાઓની માનવામાં આવતા નજીક

ઘણા ભાજપ નેતાઓની માનવામાં આવતા નજીક

લાલ કિલ્લા પર હિંસા બાદ દીપ સિદ્ધુના અભિનેતા અને પંજાબના ગુરદાસપુરના ભાજપ સાંસદ સની દેઓલ સહિત ઘણા ભાજપ નેતાઓ સાથે ફોટા પણ વાયરલ થયા. જો કે, મોટાભાગના ભાજપ નેતાઓએ તેમની સાથે સંપર્ક હોવાની વાત નકારી દીધી. જામીન થયા બાદ દીપ પોતાના કામમાં લાગી ગયા હતા અને તેવામાં જ મંગળવારે રાતે તેમના મોતના સમાચાર આવ્યા. દીપ પોતાની પાછળ પોતાની પત્ની અને દીકરીને છોડી ગયા છે.

English summary
Deep Sidhu, famous actor farmers protest face passed away in road accident, read his profile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X