દિલ્હી હીંસા સાથે જોડાયેલ વધુ એક મામલામાં દીપ સિદ્ધુને અદાલતે આપ્યા જામિન
દિલ્હીમાં 26 જાન્યુઆરીએ થયેલી હિંસા સાથે જોડાયેલા અન્ય કેસમાં દિલ્હીની ટીઝ હજારી કોર્ટે દીપ સિદ્ધુને જામીન આપી દીધા છે. કોર્ટે કહ્યું કે પોલીસે દીપ સિદ્ધુની 14 દિવસની કસ્ટડીમાં પહેલાથી જ પૂછપરછ કરી હતી અને એડિશનલ સેશન્સ
દિલ્હીમાં 26 જાન્યુઆરીએ થયેલી હિંસા સાથે જોડાયેલા અન્ય કેસમાં દિલ્હીની ટીઝ હજારી કોર્ટે દીપ સિદ્ધુને જામીન આપી દીધા છે. કોર્ટે કહ્યું કે પોલીસે દીપ સિદ્ધુની 14 દિવસની કસ્ટડીમાં પહેલાથી જ પૂછપરછ કરી હતી અને એડિશનલ સેશન્સ જજ (એએસજે) દ્વારા નિયમિત જામીન આપ્યા પહેલા તે 70 દિવસ પોલીસ કસ્ટડીમાં હતો.

ઉલ્લેખનિય છેકે અગાઉ 17 એપ્રિલના રોજ, દિલ્હીની કોર્ટે પ્રજાસત્તાક દિન પર લાલ કિલ્લા પરીસરમાં થયેલી હિંસામાં ધરપકડ કરાયેલા દીપ સિદ્ધુને જામીન આપ્યા હતા, ત્યારબાદ સિદ્ધુને ફરીથી હિંસા સંબંધિત અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે દીપ સિદ્ધુ પર દિલ્હીમાં હિંસા દરમિયાન વિરોધીઓને હિંસા માટે ઉશ્કેરવાનો આરોપ છે. આ મહિનાની શરૂઆતમાં લાલ કિલ્લા પર હિંસા સંબંધિત કેસમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ હિંસા દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપસર ફરીથી ધરપકડ કરવામાં આવી હતી.
26 જાન્યુઆરીએ દિલ્હીમાં કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં દિલ્હી પોલીસના ઘણા જવાન ઘાયલ થયા હતા. આ હિંસામાં દિલ્હીની જાહેર સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. હિંસામાં સામેલ તમામ આરોપીઓના પુરાવાના આધારે દિલ્હી પોલીસે ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી શરૂ કરી હતી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
