For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપક સંધુ ભારતના પ્રથમ મહિલા માહિતી કમિશનર બન્યાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : કેન્દ્રમાં છેલ્લા 4 વર્ષોથી માહિતી અધિકારીના પદ પર રહેનારા દીપક સંધુ હવે દેશના પ્રથમ મહિલા મુખ્ય માહિતી અધિકારી એટલે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે.

વર્ષ 1971ની બેચના ભારતીય માહિતી સેવાના પૂર્વ અધિકારી સંધૂને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં પદની શપથ લેવડાવી હતી. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારી સહિતની અન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહી હતી.

CIC તરીકે શપથ

CIC તરીકે શપથ

વર્ષ 1971ની બેચના ભારતીય માહિતી સેવાના પૂર્વ અધિકારી સંધૂને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં પદની શપથ લેવડાવી હતી.

લાંબો કાર્ય અનુભવ

લાંબો કાર્ય અનુભવ

પોતાના કાર્યકાળ દરમિયાન સંધૂ અનેક મહત્વના હોદ્દાઓ પર કામ કરી ચૂક્યા છે.

જવાબદારી

જવાબદારી

પીઆઇબીના મુખ્ય મહાનિર્દેશન (મીડિયા અને સંચાર) અને ડીડી ન્યૂઝના મહાનિર્દેશક રહી ચૂક્યા છે.

મહાનિર્દેશક તરીકેની જવાબદારી

મહાનિર્દેશક તરીકેની જવાબદારી

2009માં માહિતી અધિકારી બનતા પહેલા ઓલ ઇન્ડિયા રેડિયો (ન્યૂઝ)માં મહાનિર્દેશક રહી ચૂક્યા છે.

વિદેશ પ્રવાસ

વિદેશ પ્રવાસ

અમેરિકા, બ્રિટન, યુરોપના દેશોનો પ્રવાસ કર્યો છે
આંતરરાષ્ટ્રીય સંમેલનો

આંતરરાષ્ટ્રીય સંમેલનો

કાન, બર્લિન, વેનિસ અને ટોકિયોમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, રુસના ગ્લેનઝિક અને સાઇપ્રસમાં આતંકવાદ અને ઇલેક્ટ્રોનિક માસ મીડિયા પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લઇ ચૂક્યા છે.

ભારતનું પ્રતિનિધિત્વ

ભારતનું પ્રતિનિધિત્વ


એટલાંટા, અમેરિકા અને બીજિંગમાં સમાચાર પ્રમુખોના સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

ફ્યુચર ગોલ

ફ્યુચર ગોલ

વર્ષ 2005માં શરૂ થયેલી આરટીઆઇની યાત્રામાં હું આ ક્ષેત્રમાં વિવિધ સહયોગીઓને સામેલ કરીને તેમને આગળ લાવવા માંગુ છું.

શપથ સમારોહ

શપથ સમારોહ

દીપક સંધુ શપથ સમારોહમાં શપથ લેતાં

પોતાના કાર્યકાળ દરમિયાન સંધૂ અનેક મહત્વના હોદ્દાઓ પર કામ કરી ચૂક્યા છે. જેમાં પીઆઇબીના મુખ્ય મહાનિર્દેશન (મીડિયા અને સંચાર) ડીડી ન્યૂઝના મહાનિર્દેશક અને વર્ષ 2009માં માહિતી અધિકારી બનતા પહેલા ઓલ ઇન્ડિયા રેડિયો (ન્યૂઝ)માં મહાનિર્દેશક રહી ચૂક્યા છે.

તેઓ કાન, બર્લિન, વેનિસ અને ટોકિયોમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, રુસના ગ્લેનઝિક અને સાઇપ્રસમાં આતંકવાદ અને ઇલેક્ટ્રોનિક માસ મીડિયા પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લઇ ચૂક્યા છે. આ ઉપરાંત એટલાંટા, અમેરિકા અને બીજિંગમાં સમાચાર પ્રમુખોના સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

સંધૂએ આ પ્રસંગે જણાવ્યું કે વર્ષ 2005માં શરૂ થયેલી આરટીઆઇની યાત્રા માત્ર એક આરંભ છે. હું આ ક્ષેત્રમાં વિવિધ સહયોગીઓને સામેલ કરીને તેમને આગળ લાવવા માંગુ છું.

English summary
Deepak Sandhu becomes first woman Chief Information Commissioner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X