For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Deepotsav 2022: 15 લાખ દીવાઓથી ઝગમગી અયોધ્યા, PM મોદીની હાજરીમાં બનાવ્યો વિશ્વ રેકૉર્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યામાં સરયુના ઘાટ પર 15 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને નવો વિશ્વ રેકૉર્ડ બનાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યામાં સરયુના ઘાટ પર 15 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને નવો વિશ્વ રેકૉર્ડ બનાવવામાં આવ્યો છે. પીએમ મોદી આ પહેલી વાર દીપોત્સવ કાર્યક્રમમાં સામેલ થયા. તેમણે દીપોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરતા પહેલા રામલલાના દર્શન કર્યા અને રામ મંદિર નિર્માણની પ્રગતિની માહિતી લીધી. પીએમ નરેન્દ્ર મોદીએ દીપોત્સવનુ ઉદ્ઘાટન કરીને અને સૌને દિવાળીની શુભેચ્છા પાઠવી.

deepotsav

પીએમ નરેન્દ્ર મોદીએ આ દરમિયાન અયોધ્યાના સરયૂ ઘાટ પર 15 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 15 લાખ દીવા પ્રગટાવ્યા બાદ રામ નગરી ઝગમગી ઉઠી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં સરયૂ નદીના નવા ઘાટ પર આરતી કરી હતી.આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે દીપોત્સવનો આ ભવ્ય કાર્યક્રમ ભારતની સાંસ્કૃતિક જાગૃતિનુ પ્રતિબિંબ છે. સદીઓ પછી અયોધ્યા ચમકી રહી છે. શ્રી રામલલાના 'દર્શન' અને પછી રાજા રામનો 'રાજભિષેક', આ સૌભાગ્ય ભગવાન રામની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તેમણે કહ્યુ કે આ દિવાળી એવા સમયે આવી છે જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. ભગવાન રામની 'સંકલ્પ શક્તિ' ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી આદિત્યનાથ દ્વારા ગિનિસ રેકોર્ડનુ પ્રમાણપત્ર પ્રદર્શિત કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ દીપોત્સવના અવસર પર એક સભાને સંબોધિત કરી, તેમના ભાષણની શરૂઆત 'જય શ્રી રામ'થી કરી. તેમણે કહ્યુ, 'ભગવાન રામના પવિત્ર જન્મસ્થળ તરફથી હું મારા દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપુ છુ.લોકોએ ભગવાન રામ પાસેથી બને એટલુ શીખવુ જોઈએ. ભગવાન રામ કોઈને પાછળનથી છોડતા, કોઈની તરફ પીઠ ફેરવતા નથી.'

તમને જણાવી દઈએ કે દીપોત્સવ દરમિયાન 15 લાખ દીવા પ્રગટાવવાનો નવો રેકૉર્ડ બન્યો હતો. વળી, લેસર શો પણ શરૂ થયો છે. લેસર શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર છે. આ પહેલા પીએમ મોદીએ અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે રામ લલ્લાની પૂજા અર્ચના કરી હતી. 5 ઓગસ્ટ, 2020 ના રોજ રામ મંદિરના નિર્માણ માટે 'ભૂમિ પૂજન' પછી મોદીની અયોધ્યાની આ પ્રથમ મુલાકાત છે. તમને જણાવી દઈએ કે અયોધ્યા પ્રશાસને ગયા વર્ષે દીપોત્સવમાં 9,41,551 દીવાઓ પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો પરંતુ મહાશિવરાત્રીના અવસરે ઉજ્જૈનમાં શિપ્રાના કિનારે 11,71,78 દીવાઓ પ્રગટાવવામાં આવ્યા બાદ આ રેકૉર્ડ તૂટી ગયો હતો.

English summary
Deepotsav 2022: 15 lakh diyas lighting on Deepotsav in Ayodhya, PM Modi and CM Adityanath offer puja and aarti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X