For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્મી હોસ્પિટલમાં સંરક્ષણમંત્રીએ વિંગ કમાંડર અભિનંદન સાથે કરી મુલાકાત

શનિવારે વિંગ કમાંડર અભિનંદન સાથે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે આર એન્ડ આર હોસ્પિટલમાં મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનની કેદમાં ત્રણ દિવસ બાદ શુક્રવારે મુક્ત થયેલા વિંગ કમાંડર હાલમાં દિલ્લી સ્થિત આર્મી હોસ્પિટલમાં ભરતી છે. શનિવારે વિંગ કમાંડર અભિનંદન સાથે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે આર એન્ડ આર હોસ્પિટલમાં મુલાકાત કરી. તેમણે તેમને પાકિસ્તાનમાં તેમના પ્રત્યે કરાયેલા વ્યવહાર અને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી. આ પહેલા વિંગ કમાંડર અભિનંદને આજે સવારે ભારતીય વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ સાથે મુલાકાત કરી હતી. તેમણે પોતાના ચીફને પાકિસ્તાનમાં પોતાની નજરબંધી વિશે જાણકારી આપી હતી.

પરિવારને પણ મળ્યા અભિનંદન

પરિવારને પણ મળ્યા અભિનંદન

ભારતીય વાયુસેના અધિકારીઓના જણાવ્યા મુજબ શનિવારે સવારે વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ વિંગ કમાંડર અભિનંદન સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન અભિનંદને તેમને પાકિસ્તાનમાં તેમની કેદ અંગે અમુક વાતો શેર કરી છે. ત્યારબાદ અભિનંદને પરિવાર સાથે મુલાકાત કરી. પરિવારને મળ્યા બાદ તેમણે કહ્યુ કે હું એકદમ ઠીક છુ અને જલ્દી ફરજ પર પાછો આવીશ. જો કે તેમણે પરિવાર સાથે કયા સમયે મુલાકાત કરી તે જાણવા મળી શક્યુ નથી. હાલમાં વિંગ કમાંડર વાયુસેના અધિકારીના મેસમાં રહેશે.

તમામ ઘટનનાઓની સિલસિલાબંધ જાણકારી લેવામાં આવશે

તમામ ઘટનનાઓની સિલસિલાબંધ જાણકારી લેવામાં આવશે

સુરક્ષા કારણોસર ભારતીય સુરક્ષા અધિકારીઓ દ્વારા અભિનંદન પાસેથી પાકિસ્તાનમાં થયેલી તમામ ઘટનાઓની સિલસિલાબંધ જાણકારી લેવામાં આવશે. આ પૂછપરછ દરમિયાન અધિકારી આ વાત જાણવાની કોશિશ કરશે કે ક્યાંક દબાણમાં લઈને પાકિસ્તાને ભારતને નુકશાન પહોંચાડનાર કોઈ મહત્વપૂર્ણ જાણકારી મેળવી તો નથી લીધી.

27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં પકડાઈ ગયા હતા અભિનંદન

27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં પકડાઈ ગયા હતા અભિનંદન

તમને જણાવી દઈએ કે પાકિસ્તાની વાયુસેનાએ વર્તમાનને 27 ફેબ્રુઆરીના રોજ બંને દેશોના વિમાનો વચ્ચે હવાઈ સંપર્ક દરમિયાન તેમનુ મિગ-21 વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ. ત્યારબાદ તે પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. લગભગ 3 દિવસ સુધી પાકિસ્તાનની કેદમાં રહ્યા બાદ શુક્રવારે તેમને પાકિસ્તાને ભારતને સોંપ્યા હતા. ત્યારબાદ શુક્રવારે રાતે રાજધાની દિલ્લી પહોંચ્યા.

આ પણ વાંચોઃ 'પીએમ મોદી વાયુસેનાના પૈસા છીનવીને પોતાના દોસ્ત અંબાણીને આપી રહ્યા છે'આ પણ વાંચોઃ 'પીએમ મોદી વાયુસેનાના પૈસા છીનવીને પોતાના દોસ્ત અંબાણીને આપી રહ્યા છે'

English summary
Defence Minister Nirmala Sitharaman met Wing Commander Abhinandan Varthman in a hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X