લદ્દાખ મામલે રક્ષા મંત્રીએ ત્રણેય સેનાના ચીફ ઑફ ડિફેંસ સ્ટાફ સાથે બેઠક કરી

લદ્દાખ મામલે રક્ષા મંત્રીએ ત્રણેય સેનાના ચીફ ઑફ ડિફેંસ સ્ટાફ સાથે બેઠક કરી

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે ત્રણેય સેનાના પ્રમુખ અને ચીફ ઑફ ડિફેંસ સ્ટાફ જનરલ વપન રાવત સાથે બેઠક કરી, જેમાં લદ્દાખ ક્ષેત્રમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીન સાથે તણાવ પર ચર્ચા થઈ. સૂત્રોએ આ જાણકારી આપતા જણાવ્યું કે રક્ષા મંત્રીને આ અવસર પર ચીન બોર્ડર મજબૂત કરાઈ રહેલા આધારભૂત માળખાની જાણકારી આપવામાં આવી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બોર્ડર પર સડક બનાવવા અને આધારભૂત ઢાંચાને મજબૂત કરવાનું કામ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો.

rajnath singh

આ દરમિયાન લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે બુધવારથી દિલ્હીમાં સેનાની ત્રણ દિવસની કમાંડર કોન્ફરન્સ થશે. સેનાના કમાંડરોનું સમ્મેલન વર્ષમાં બે વાર આયોજત થાય છે. કોરોના વાયરસની મહામારીને કારણે આ કોન્ફરન્સ એપ્રિલમાં ના થઈ શકી. આ વખતે આ કોન્ફરન્સ બે ભાગમાં થશે, પહેલો ભાગ બુધવારથી શુક્રવાર સુધી ત્રણ દિવસ ચાલશે. જે બાદ જૂનના અંતિમ અઠવાડિયે કોન્ફરન્સનો બીજો તબક્કો શરૂ થશે.

સેના મુજબ આ કોન્ફરન્સ ચીન સાથે બોર્ડર પર ચાલી રહેલ તણાવ સાથે કોઈ સંબંધ નથી, આ કોન્ફરન્સ પહેલેથી જ નિર્ધારિત હતી. જો કે પૂર્વી લદ્દાખમાં પીપુલ્સ લિબરેશન આર્મી સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે આ મુદ્દો કમાંડર્સ વચ્ચે ચર્ચામાં જરૂર આવશે. સાથે જ આ દરમિયાન દેશના સુરક્ષા હાલાતનું આંકલન પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે કેટલાય ક્ષેત્રોમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવની સ્થિતિ છે. વિશેષજ્ઞો મુજબ આ સ્થિતિ 2017ના ડોકલામ ગતિરોધ બાદ સૌથી મોટી સૈન્ય તાકાતનું રૂપ લઈ શકે છે. ઉચ્ચ પદસ્થ સૈન્ય સૂત્રોનું કહેવું છે કે ભારતે પૈંગોગં ત્સો અને ગલવાન ઘાટીમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. આ બંને વિવાદિત ક્ષેત્રોમાં ચીની સેનાએ પોતાના બેથી અઢી હજાર સૈનિકોની તહેનાતી કરી છે અને તે ધીરે ધીરે અસ્થાયી નયંત્રણને મજબૂત કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X