ગુજરાત, હિમાચલમાં રોકડ સબસિડી રોકવામાં આવે: EC

અત્રે ઉલ્લેખનીય છે કે યોજના એક જાન્યુઆરીથી લાગૂ થવાની છે જ્યારે હિમાચલ અને ગુજરાતમાં 20 ડિસેમ્બરના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે.
આ પહેલા ભાજપી નેતા લાલકૃષ્ણ આડવાણી અને સુષમા સ્વરાજે ચૂંટણીપંચના મુખ્ય અધિકારીને મળીને આ યોજનાને લઇને ફરિયાદ નોંધાવી હતી. જેની પ્રક્રિયામાં પંચે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. સોમવારે ચૂંટણીપંચને આપેલા જવાબમાં સરકારે જણાવ્યું કે યોજનાની જાહેરાત બજેટ ભાષણ દરમિયાન જ કરી દેવામાં આવી હતી. સાથે સાથે સરકારે એ આરોપોને પણ રદિયો આપી દીધો કે આ યોજના ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી છે.
સરકાર અનુસાર રોકડ સબસિડી યોજનાની જહેરાત 16 માર્ચ 2012ના રોજ તત્કાલીન નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ પોતાના બજેટ ભાષણમાં કરી હતી. 28 સપ્ટેમ્બર 2012ના રોજ પ્રધાનમંત્રી કાર્યાલયે યોજનાના સંબંધમાં વિસ્તારથી જાણકારી આપતા એક પ્રેસનોટ જારી કરી હતી, જ્યારે ગુજરાત ચૂંટણીની જાહેરાત 3 ઓક્ટોબરે થઇ હતી.
ચૂંટણીપંચે આજે આપેલા નિર્ણયથી ફલિત થાય છે કે તે સરકારના નિર્ણયથી સંતુષ્ટ નથી. જોકે સરકાર માટે રાહતની વાત એ છે કે પંચે પક્ષ માટે કોઇ મોટો આદેશ કે ચેતવણી આપી નથી.












Click it and Unblock the Notifications
