દિલ્હી: હાઇકોર્ટના ગેટ પર તૈનાત પોલીસ કોંસ્ટેબલે ખુદને ગોળી મારી
દિલ્હી હાઈકોર્ટના ગેટ પર તૈનાત પોલીસકર્મીએ કથિત રીતે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી છે. આ ઘટના બુધવારે સવારે બની હતી. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, હાઈકોર્ટના ગેટ નંબર 3 પર તહેનાત કોન્સ્ટેબલ આજે સવારે ફરજ પર જોડાવા આવ્
દિલ્હી હાઈકોર્ટના ગેટ પર તૈનાત પોલીસકર્મીએ કથિત રીતે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી છે. આ ઘટના બુધવારે સવારે બની હતી. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, હાઈકોર્ટના ગેટ નંબર 3 પર તહેનાત કોન્સ્ટેબલ આજે સવારે ફરજ પર જોડાવા આવ્યા હતા અને થોડા સમય બાદ તેમના જીવ ગુમાવવાની માહિતી મળી હતી. મૃતક કોન્સ્ટેબલની ઓળખ ટીંકુ રામ તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાનના અલવર શહેરનો હતો.

નવી દિલ્હી જિલ્લાના ડીસીપી દીપક યાદવે કહ્યું છે કે પ્રાથમિક તપાસ સૂચવે છે કે અલવરના રહેવાસી 30 વર્ષીય કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રાઇફલથી પોતાને ગોળી મારી હતી. કયા સંજોગોમાં તેને આ પગલું ભરવાની ફરજ પડી તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેણે કહ્યું છે કે મૃતદેહ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આવી સ્થિતિમાં પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
