દિલ્લીની આપ સરકારે IIT Delhiમાં મિની એકેડેમિક બ્લૉક અને એન્જિનિયર બ્લૉકના નિર્માણને આપી મંજૂરી
દિલ્લી સરકારે IIT Delhiમાં એક નવા મિની એકેડેમિક બ્લૉક અને એક નવા એન્જિનિયર બ્લૉકના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
દિલ્લી સરકારે IIT Delhiમાં એક નવા મિની એકેડેમિક બ્લૉક અને એક નવા એન્જિનિયર બ્લૉકના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ એકેડેમિક અને એન્જિનિયર બ્લૉક માટે 157 વૃક્ષોનુ સ્થળાંતર કરવામાં આવશે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ માહિતી આપી છે. IIT દિલ્લીના કેમ્પસમાંથી 157 વૃક્ષો હટાવવાની મંજૂરી એ શરતે આપવામાં આવી છે કે IITના કેમ્પસમાં જ 1,570 વૃક્ષો વાવવામાં આવશે.

IIT દિલ્લીના મિની એકેડેમિક અને એન્જિનિયર બ્લૉક્સનો ઉપયોગ નવી લેબોરેટરી અને રિસર્ચ સાઇટ્સ બનાવવા માટે થવાનો છે. IITએ તેના કેમ્પસમાં જ્યાં આ બ્લૉક્સ બનાવવાનુ નક્કી કર્યુ છે ત્યાં ઘણા વૃક્ષો છે. તે હટાવ્યા બાદ જ તે જગ્યાએ બાંધકામ શરૂ થઈ શકશે. જે બાદ દિલ્લી સરકારે કેમ્પસમાં અન્ય જગ્યાએ વધુ વૃક્ષો વાવવાની શરતે આ જગ્યાએથી વૃક્ષો હટાવવાની મંજૂરી આપી દીધી છે. આ અંગે માહિતી આપતાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે એક મોટા નિર્ણયમાં અમે IIT દિલ્લીમાં નવા મિની એકેડેમિક બ્લૉક અને નવા એન્જિનિયર બ્લૉકના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પ્રોજેક્ટ માટે 157 વૃક્ષો દૂર કરીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે પરંતુ કેમ્પસની અંદર 1,570 નવા વૃક્ષો વાવવામાં આવશે.
દિલ્લી સરકરાના નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે દિલ્લી સરકારે IITને 157 વૃક્ષોમાંથી 82 વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરવાની મંજૂરી આપી છે. જ્યારે 75 વૃક્ષો કાપવાની મંજૂરી છે. આઈઆઈટી માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ અને સંશોધકોના હિતમાં પેચ સાફ કરીને કામને ઝડપી બનાવવા માટે તેમની મંજૂરી આપી હતી. નિવેદનમાં વધુમાં જણાવાયુ છે કે આ મંજૂરી સંસ્થાના હજારો વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને તેમની રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરશે અને વધુ સારી સુવિધાઓ પૂરી પાડશે. આ ટ્રાન્સપ્લાન્ટ પ્રોજેક્ટ સાઇટની અંદર કરવામાં આવશે. દિલ્લી સરકારે કહ્યુ કે 229 વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટેશન અને હટાવવાથી બચાવી લેવામાં આવ્યા છે.
દિલ્લી સરકારે આઈઆઈટીને નિર્દેશ આપ્યો છે કે સરકાર દ્વારા ઓળખાયેલ અને અનુમોદિત કરાયેલ સ્થળ પરના એક પણ વૃક્ષને નુકસાન ન કરે. દિલ્લી સરકારની માર્ગદર્શિકા મુજબ IIT આગામી સાત વર્ષ સુધી વૃક્ષોની જાળવણીની જવાબદારી લેશે. દિલ્લી સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રસ્તાવ મુજબ દિલ્લીની જમીન અને આબોહવાને અનુરૂપ વિવિધ પ્રજાતિઓના વૃક્ષો દૂર કરવા અને ટ્રાન્સપ્લાન્ટેશનના બદલામાં વાવવામાં આવશે. જેમાં લીમડો, અમલતાસ, પીપળો, પીલખાન, ગુલર, બરડ, કેરી અને શીશમ સહિત અન્ય પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
