દિલ્લીના CMની ખુરશી વિશે આતિશીનુ મોટુ નિવેદન, કેજરીવાલને 2 વર્ષથી વધુની જેલ થાય તો...
Arvind Kejriwal News: દિલ્હી લિકર પૉલિસી કેસ સાથે જોડાયેલા મની લૉન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ મંત્રી આતિશી માર્લેનાએ સીએમ પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ પહેલાથી જ પુષ્ટિ કરી દીધી છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના સીએમ જ રહેશે. નિયમો અનુસાર જો તેમને બે વર્ષની જેલ થશે તો જ તેમણે રાજીનામું આપવું પડશે.
દિલ્હીના મંત્રી આતિશીએ એક નિવેદનમાં કહ્યું, "કાયદો ખૂબ જ સ્પષ્ટ છે. જો તમને બે વર્ષથી વધુ જેલની સજા થાય તો જ તેમણે રાજીનામું આપવું પડશે. અમે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે."

નિષ્ણાતોના મતે, અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પૉલિસી સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા હોવા છતાં મુખ્યમંત્રી પદ પર ચાલુ રહી શકે છે, કારણ કે કાયદા હેઠળ એવી કોઈ જોગવાઈ નથી જે ધરપકડ કરાયેલ વ્યક્તિને પદ પર રહેવાની મનાઈ કરે.
કેજરીવાલ પહેલા પણ ઘણા રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઈડીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. પરંતુ ધરપકડ પહેલા જ તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. જે મુખ્યમંત્રીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમણે ધરપકડ પહેલા રાજીનામું આપી દીધું હતું. હેમંત સોરેન, લાલુ યાદવ, ઉમા ભારતી અને બીએસ યેદિયુરપ્પા એવા નેતાઓ છે જેમણે આરોપોને કારણે પોતાનું પદ ગુમાવ્યું હતું.
ઈડી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) રાજુએ કોર્ટને કહ્યું કે કેજરીવાલે પંજાબની ચૂંટણી લડવા માટે 'સાઉથ ગ્રુપ'ના કેટલાક આરોપીઓ પાસેથી 100 કરોડ રૂપિયા માંગ્યા હતા. તેમણે કહ્યું કે મની ટ્રેઇલથી જાણવા મળ્યું છે કે ગોવાની ચૂંટણીમાં વપરાયેલી 45 કરોડ રૂપિયાની 'લાંચ' ચાર હવાલા માર્ગો દ્વારા આવી હતી. રાજુએ કહ્યું કે કોલ ડિટેઈલ રેકોર્ડ (સીડીઆર) દ્વારા આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનોની પુષ્ટિ થઈ છે.












Click it and Unblock the Notifications
