For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીઃ અલકાયદાએ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી

દિલ્હીઃ અલકાયદાએ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીથી મોટા સમાચાર મળી રહ્યા છે, અલકાયદા તરફથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. દિલ્હી પોલીસને અલકાયદાના નામથી એક ઈમેલ આવ્યો છે, જેમાં આગલા કેટલાક દિવસોમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જે બાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે શનિવારે સાંજે 5 વાગ્યે દિલ્હી પોલીસને મેઈલ મળ્યો હતો.

delhi police

આ વિશે આઈજીઆઈ એરપોર્ટના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે અલકાયદાના મેઇલ આઈડીથી ઈમેલ કરવામાં આવ્યો તે સત્ય છે. અમે તપાસ કરી રહ્યા છીએ અને અમે બધા જ સુરક્ષા ઉપાયો વધારી દીધા છે. ચારો તરફની સુરક્ષા આકરી કરી દેવામાં આવી છે. આઈજીઆઈ પોલીસ સ્ટેશને કાલે એરપોર્ટ પ્રશાસનને આ વિશે જણાવ્યું છે. અલકાયદા સરગના તરફથી જે મેઈલ કરવામાં આવ્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે કરનબીર સૂરી ઉર્ફ મોહમ્મદ જલાલ અને તેની પત્ની શૈલી શારા ઉર્ફ હસીના આજે ભારત આવી રહી છે અને તે આગલા 3 દિવસમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે.

પોલીસે કડક સુરક્ષા ગોઠવી દીધી

આ ધમકીભર્યો મેઈલ પોલીસને [email protected]થી મોકલવામાં આવ્યો છે. જે બાદથી ચારો તરફ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ચારોતરફ પોલીસ બાજ નજર રાખી રહી છે. જણાવી દઈએ કે આવો જ ધમકીભર્યો મેઈલ 21 માર્ચ 2021ના રોજ પણ દિલ્હી પોલીસને મળ્યો હતો, જેમાં પણ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

દહેશતનો સામાનાર્થી છે આતંકી સંગઠન અલકાયદા

જણાવી દઈએ કે આતંકી સંગઠન અલકાયદા દહેશતનો પર્યાય છે. આ એક બહુરાષ્ટ્રીય ઉગ્રવાદી સુન્ની ઈસ્લામવાદી સંગઠન છે. જેની સ્થાપના ઓસામા બિન લાદેન અને અબ્દુલ્લાહ આઝમે અમુક અરબ સ્વયંસેવકો દ્વારા 1988માં કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આને ખતરનાક આતંકી સંગઠન ગણાવ્યું. ઓસામા બિન લાદેનને 2 મે 2011ના રોજ અમેરિકી સેનાએ પાકિસ્તાનમાં ઠાર માર્યો હતો. જે બાદથી આ સંગઠનનો અધ્યક્ષ ડૉક્ટર અયમન અલ-જ્વાહિરી છે.

English summary
Delhi: Al Qaeda threatens to blow up IGI airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X