For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં પ્રચારનો છેલ્લો દિવસ, રેલીઓનો નીકળશે રેલો...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રચાર પ્રસારનો છેલ્લો દિવસ છે. 4 ડિસેમ્બરના રોજ યોજનાર દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ, ભાજપ અને પહેલીવાર દિલ્હીની વિધાનસભાથી ચૂંટણીથી રાજકારણમાં ઝંપલાવનાર અરવિંદ કેજરીવાલની 'આમ આદમી પાર્ટી' પણ વધારેમાં વધારે મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દિલ્હીમાં છેલ્લા 15 વર્ષોથી મુખ્યમંત્રી રહી ચૂકેલ શીલા દીક્ષિત ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સાત રેલીઓને સંબોધીત કરશે. જ્યારે ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી ત્રણ રેલી કરીને ભાજપને વોટ કરવાની અપીલ કરશે. જ્યારે બીજી તરફ ભાજપી નેતા પ્રતિપક્ષ સુષમા સ્વરાજ દિલ્હીના કસ્તુરબાનગરમાં લોકોને સંબોધીત કરશે.

delhi
આ ઉપરાંત આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, જેડીયૂ પણ ચૂંટણી મેદાનમાં પોતાનો છેલ્લો દાવ રમશે. દિલ્હીમાં 4 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. દિલ્હીમાં અસલી મુકાબલો કોંગ્રેસ, ભાજપ અને આપની વચ્ચે છે.

જોકે અત્યાર સુધી થયેલા સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે આપના આવવાથી કોંગ્રેસ અને ભાજપની સ્થિતિ બગડી છે. આપે પોતાની મજબૂત હાજરીથી કોંગ્રેસ અને ભાજપનું ગણિત બગાડી નાખ્યું છે. હવે એતો 4 તારીકે દિલ્હીની જનતા જ નક્કી કરશે કે કોણે કોનું ગણિત બગાડ્યું છે.

English summary
Delhi assembly election 2013: Delhi have lost of rally by BJP, Congress, JDU, And AAP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X