
Delhi Election 2020: કુમાર વિશ્વાસે સાધ્યુ આપ પર નિશાન કહ્યુ, ચાદર ફાટવા લાગી તો...
દિલ્લી વિધાનસભા ચૂંટણી નજીક આવતા આવતા રાજકીય નિવેદનબાજી વધી ગઈ છે. કવિ અને નેતા કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પર તેમના નિવેદન માટે નિશાન સાધ્યુ છે. વાસ્તવમાં સંજય સિંહે હાલમાં જ શાહીન બાગના લોકોને પ્રદર્શન પાછુ લેવાની અપીલ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો છે કે તેમણે જ શાહીન બાગનો કેસ શરૂ કરાવ્યો હતો.
કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને કહ્યુ, 'જે અમાનતી ગુંડા અને તેના જોડીદાર શરજિલ ઈમામ પાસે શરૂ કરાવ્યુ હતુ તેમને જ મોકલીને ઉઠાવી દો, કોને કહી રહ્યા છો? પોતાનો દાવ જ્યારે પોતાના પર જ ઉલટો પડવા લાગે તો આ નિવેદનબાજી? ચાદર ફાટવા લાગી તો પ્રસાદ વહેંચાવા લાગ્યો.' તમને જણાવી દઈએ કે કુમાર વિશ્વાસ સતત આમ આદમી પાર્ટી પર નિશાન સાધી રહ્યા છે. આ પહેલા તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર શાહીન બાગમાં પ્રદર્શન કરાવવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યુ હતુ, 'પોતાના અમાનતી ગુંડાને મોકલીને બેસાડો તમે અને ઉઠાડે બીજા? તમારા નિવીર્ય નાયબ શાહીન બાગ સાથે ઉભો છુ હુ, તમે કહી રહ્યા છો હટાવો.' 'અપની હર ગેર-મુનાસિબ સી જહાલત કે લિએ, બારહા તૂ જો યે બાતો કે સિફર તાનતા હે, છલ-ફરેબોમે છકે સચ કે મસીહા મેરે, હમસે બહેતર તો તુઝે, તૂ ભી નહિ જાનતા હે.' તમને જણાવી દઈએ કે દિલ્લીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે પરિણામો 11 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે.
વળી, જો શાહીન બાગની વાત કરીએ તો અહીં 15 ડિસેમ્બરથી પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારીઓએ અહીં એક મુખ્ય રસ્તાઓને ત્યારથી બ્લૉક કરી દીધા છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શાહીન બાગ પ્રદર્શનના કારણે અહીં આસપાસ સ્થિત દુકાનો અને ફેક્ટરીઓ પણ ઠપ્પ પડી છે. આ લોકો નાગરિકત સુધારા કાયદા (સીએએ)ના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શન કરી રહેલી મહિલાઓની માંગ છે કે સીએએને પાછુ લેવામાં આવે.
આ પણ વાંચોઃ Video: સંગીત સંભળાવતી વખતે મોઢામાં ફસાયુ માઉથ ઑર્ગન, બોલી મે ખોટુ કર્યુ હવે...