• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Delhi Election Results Live: દિલ્લીમાં આપની ઐતિહાસિક જીત, કેજરીવાલ બોલ્યા- આ દિલ્લીના લોકોની જીત

|

નવી દિલ્હીઃ એક મહિના સુધી ચાલેલ રાજનૈતિક ઘમાસાણ બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે ઘોષિત કરી દેવામાં આવશે. મતગણતરી સવારે 8 વાગ્યેથી શરૂ થશે અને સૌથી પહેલા રૂઝાન આવી શકે છે. મતગણતરીને લઈ ચૂંટણી પંચે સુરક્ષાના આકરી બંદોબસ્ત કરી દીધા છે. ચૂંટણી પંચે દિલ્હીમાં 27 સેન્ટર બનાવ્યા છે, જ્યાં વોટની ગણતરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની 7- વિધાનસભા સીટો માટે 8 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. અહીં વાંચો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતગણતરીની લાઈવ અપડેટ...

Delhi Assembly Elections 2020

19 ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તારીખનું એલાન થઈ શકે

Newest First Oldest First
7:14 PM, 11 Feb
માલવીયનગર સીટથી આપના સોમનાથ ભારતી 18 હજાર મતોથી જીત્યા.
6:42 PM, 11 Feb
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીએમ કેજરીવાલને અભિનંદન આપી કહ્યુ - ચૂંટણીમાં જીત માટે કેજરીવાલજીને અભિનંદન.
6:41 PM, 11 Feb
ચૂંટણી પંચે 40 સીટો પર પરિણામ ઘોષિત કરી દીધા છે, આમાંથી 37 સીટો પર આમ આદમી પાર્ટી અને 3 પર ભાજપને જીત મળી છે.
મહારથીનો મહાસંગ્રામ
ચાંદની ચોક
પી.એસ. સહોની
AAP
અલકા લંબા
CONG
Vs
કોંગ્રેસના નેતા અલકા લાંબાએ ચાંદની ચોક બેઠક પરથી આપના પાર્લાદસિંહ સૈવની સામે હારી છે. 2014માં કોંગ્રેસમાંથી બહાર નીકળ્યા બાદ ચાંદની ચોકથી ધારાસભ્ય તરીકે છેલ્લા પાંચ વર્ષથી લાંબા 'આપ' નો અગ્રણી ચહેરો હતો. જો કે, આપની સાથે જોડાણ બાદ સપ્ટેમ્બર 2019માં તે જૂની પાર્ટીમાં પાછી ફરી હતી.
6:37 PM, 11 Feb
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને અભિનંદન આપ્યા.
6:34 PM, 11 Feb
દિલ્લીઃ શાહીન બાગમાં 'મૌન પ્રદર્શન' પોસ્ટરમા લખ્યુ, 'અમે કોઈ પાર્ટીનુ સમર્થન નથી કરતા'
મહારથીનો મહાસંગ્રામ
દ્વારકા
વિનય મિશ્રા
AAP
પ્રદ્યુમન રાજપૂત
BJP
Vs
દ્વારકાથી આપના વિનય મિશ્રા જીત્યા. બીજા સ્થાને ભાજપના પ્રદ્યુમ્ન રાજપૂત છે જ્યારે સીટીંગ ધારાસભ્ય આદર્શ શાસ્ત્રી ત્રીજા સ્થાને છે.
6:20 PM, 11 Feb
આમ આદમી પાર્ટી 62 સીટો પર આગળ છે જ્યારે ભાજપ માત્ર 8 સીટો પર આગળ છે.
6:19 PM, 11 Feb
બદરપુર સીટ પર રામ સિંહ નેતાજી પાછળ, ભાજપ ઉમેદવાર રામવીર સિંહ વિધૂડી 2 હજાર મતોથી આગળ.
મહારથીનો મહાસંગ્રામ
હરિ નગર
રાજ કુમારી દિલલોને
AAP
તાજિંદર પાલ બગ્ગા
BJP
Vs
ભાજપના અત્યંત સોશિયલ-મીડિયા-સમજશકિત નેતા તાજેન્દ્ર પાલસિંહ બગ્ગાએ હરિ નગર બેઠક ગુમાવી છે. બગ્ગાએ શાહીન બાગ પર શાબ્દિક હુમલો કર્યો હતો, જ્યાં મુસ્લિમ મહિલાઓ ત્યાંના “સર્જિકલ સ્ટ્રાઈક” કરવાની ચેતવણી આપતા નવા નાગરિકત્વ કાયદાનો વિરોધ કરી રહી છે.
6:05 PM, 11 Feb
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પક્ષમાં આવતા પરિણામો પર સંસદમાં મિઠાઈ વહેંચતા આપ સાંસદ.
6:03 PM, 11 Feb
આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ, તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને પાર્ટી નેતા મનીષ સિસોદિયાએ કનૉટ પ્લેસના હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી.
મહારથીનો મહાસંગ્રામ
શાહ દારા
રામ નિવાસ ગોયલ
AAP
નરેન્દ્ર નાથ
CONG
Vs
શાહદરાથી ભાજપના સંજય ગોયલ સામે આપના રામ નિવાસ ગોયલે વિજય મેળવ્યો.
5:43 PM, 11 Feb
દ્વારકાથી આપ ઉમેદવાર વિનય મિશ્રાએ જીત મેળવી. કોંગ્રેસ છોડી આપમાં આવ્યા હતા વિનય.
5:43 PM, 11 Feb
દ્વારકાથી આપ ઉમેદવાર વિનય મિશ્રાએ જીત મેળવી. કોંગ્રેસ છોડી આપમાં આવ્યા હતા વિનય.
મહારથીનો મહાસંગ્રામ
શકુર બસ્તી
સત્યેન્દ્ર જૈન
AAP
એસસી વ .ટ્સ
BJP
Vs
આપના સત્યેન્દ્ર જૈન શકુર બસ્તીથી જીતીને હેટ્રીક બનાવી છે. આ ઉપલબ્ધિ હજી સુધી કોઈ ધારાસભ્યએ હાંસલ કરી નથી.
5:42 PM, 11 Feb
40 વિધાનસભા સીટો પર મતોની ગણતરી હજુ પણ ચાલુ, 35 સીટો પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે અને 5 પર ભાજપ આગળ છે. 28 સીટો પર આપે જીત મેળવી છે, 2 પર ભાજપે.
5:39 PM, 11 Feb
શું હારમાં શું જીતમાં, કિંચિત નથી ભયભીતમાં. સંંઘર્ષ પથ પર જે મળ્યુ, આ પણ યોગ્ય તે પણ યોગ્ય. હરિ નગર વિધાનસભાના બધા મતદારો અને બધા કાર્યકર્તા મિત્રોનો હાર્દિક આભાર - હાર બાદ તજિન્દરપાલ બગ્ગાનુ ટ્વિટ
5:22 PM, 11 Feb
જીત બાદ બોલ્યા મનીષ સિસોદિયા - દિલથી આભાર દિલ્લી, પાંચ વર્ષના કામને સમ્માન આપવા માટે. શિક્ષણને સમ્માન આપવા માટે, સરકારમાં લરહીને દેશના બધા બાળકોને સારુ શિક્ષણ આપવુ જ સાચી રાષ્ટ્રભક્તિ છે.
5:12 PM, 11 Feb
હરિનગર વિધાનસભાથી જીત બાદ આપ ઉમેદવાર રાજકુમારી ઢિલ્લોઃ દિલ્લીની જનતાએ મુખ્યમંત્રી કેજરીવાલમાં વિશ્વાસ જતાવ્યો છે. તેમના કામ, ઈમાનદારી અને નિષ્ઠા ઉપર વિશ્વાસ જતાવ્યો છે.
5:06 PM, 11 Feb
ચૂંટણીના રુઝાનો પર અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલઃ સત્યની જીત થઈ છે, દિલ્લીની જનતાએ સત્યનો સાથ આપ્યો. મુદ્દાઓ પર રાજનીતિ હોવી જોઈએ. બધી પાર્ટીઓએ આાથી સીખ લેવી જોઈએ.
5:04 PM, 11 Feb
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતઃ શીલા દીક્ષિતનો જે વારસો હતો, તેને છેલ્લા 6-7 વર્ષમં કોંગ્રેસે પોતાનો વારસો નથી માન્યો. આપણે આપણા કામથી શરમમાં મૂકાતા રહીશુ તો પછી બીજુ કોઈ કેવી રીતે માનશે. દિલ્લીમાં હેંડલિંગ હતી તે માશાઅલ્લાહ હતી.
5:01 PM, 11 Feb
આપના સોમનાથ ભારતી માલવીય નગર વિધાનસભા સીટથી જીત્યા.
5:00 PM, 11 Feb
આપના ઉમેદવાર સત્યેન્દ્ર જૈન શકૂર બસ્તીથી જીત્યા. રોહિણી સીટથી ભાજપના વિજેન્દ્ર ગુપ્તા જીત્યા.
4:35 PM, 11 Feb
આમ આદમી પાર્ટીને દિલ્હીની 63 બેઠકો, બીજેપી 7 બેઠકો પર બહુમત.
4:32 PM, 11 Feb
આદિત્ય ઠાકરેએ અરવિંદ કેજરીવાલને અભિનંદન આપતાં કહ્યું હતું કે- મને લાગે છે કે દરેકને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે ચૂંટણીના મુદ્દાઓ છોડીને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
4:22 PM, 11 Feb
આપ પાર્ટીના ગોપાલ રાયઃ નફરતની રાજનીતિ કરનારાઓનો અંત દિલ્લીથી થઈ ગયો છે, 'બાત નીકલી હે તો દૂર તલક જાએગી'
4:20 PM, 11 Feb
શહાદરા સીટથી રામનિવાસ ગોયલ જીત્યા. કેન્ટથી આપ ઉમેદવાર વીરેન્દ્ર સિંહ જીત્યા.
4:19 PM, 11 Feb
મનીષ સિસોદિયાએ પડપટગંજથી સીટ જીત્યા બાદ બદ્રીનાથ મંદિરના દર્શન કર્યા.
3:58 PM, 11 Feb
આપની જીત પર રાજદ નેતા તેજસ્વી યાદવ બોલ્યા - જનતાએ પોતાનો જનાદેશ સૌની સામે રાખી દીધો છે. જે રીતે નફરતનો દોર ભાજપ દ્વારા ફેલાવાયો હતો, ભાજપના લોકોએ ઝેર અને નફરતનુ જે વાતાવરણ પેદા કર્યુ હતુ, દિલ્લીની જનતાનો જનાદેશ સ્પષ્ટ છે કે કામ પર મત આપીશુ.
3:53 PM, 11 Feb
જીત બાદ બોલ્યા કેજરીવાલ - દિલ્લીવાલો, ગજબ કરી દીધુ તમે લોકોએ, આઈ લવ યુ. આ દિલ્લીના દરેક એ પરિવારની જીત છે જેમણે મને પોતાનો દીકરી માનીને મને પોતાનુ સમર્થન આપ્યુ. દિલ્લીવાળાએ એક નવી રાજનીતિને જન્મ આપ્યો છે 'કામની રાજનીતિ'
3:49 PM, 11 Feb
આંબેડકરનગર સીટથી આપના ઉમેદવાર અજય દત્તે 25 હજાર મતોથી જીત મેળવી.
3:48 PM, 11 Feb
રોહતાસ નગરમાં ભાજપના જિતેન્દ્ર મહાજન 16 હજાર મતોથી આગળ.
3:48 PM, 11 Feb
દિલ્લીમાં આપની ઐતિહાસિક જીત અરવિંદ કેજરીવાલ બોલ્યા - દિલ્લીવાસીઓએ ગજબ કરી દીધુ.
3:47 PM, 11 Feb
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બરઃ પાર્ટી કોઈ પણ હોય, પબ્લિક હવે રસ્તા પર છે અને નિર્ણયો સંભળાવી રહી છે. સત્ય સામે આવી રહ્યુ છે. ભલે તે હરિયાણા હોય, ઝારખંડ હોય, મહારાષ્ટ્ર હોય કે હવે દિલ્લી. ભાજપે હવે આ વાત સમજી જવી જોઈએ.
READ MORE

English summary
Delhi Assembly Election Result 2020 Live Updates in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more