For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: AAP કાર્યકર્તાએ અલકા લાંબાને એવુ શું કહ્યુ, જેનાથી થપ્પડ સુધી વાત પહોંચી

માહિતી મુજબ આમ આદમી પાર્ટીના નેતા રહી ચૂકેલ અલકા લાંબાએ આપના એક કાર્યકર્તાને થપ્પડ મારી દીધી. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્લીમાં શનિવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ આમ આદમી પાર્ટીના નેતા રહી ચૂકેલ અલકા લાંબાએ આપના એક કાર્યકર્તાને થપ્પડ મારી દીધી. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે અલકા લાંબા પર આમ આદમી પાર્ટી કાર્યકર્તાએ અભદ્ર ટિપ્પણી કરી હતી. અલકા લાંબાએ બાદમાં મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ જ્યારે તે મજની કા ટીલા સ્થિત એક પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. તેમણે કહ્યુ, આ દરમિયાન ત્યાં ઉભેલા વ્યક્તિએ મને ગંદી ગાળ દીધી. હું કહી પણ નથી શકતી. વીડિયો જોવા માટે સૌથી છેલ્લા સ્લાઈડ પર જાવ.

જ્યારે દીકરા વિશે કરી કમેન્ટ તો ગુસ્સે થયા અલકા લાંબા

જ્યારે દીકરા વિશે કરી કમેન્ટ તો ગુસ્સે થયા અલકા લાંબા

અલકા લાંબાએ કહ્યુ કે આપ કાર્યકર્તાએ મારા દીકરા વિશે વાંધાજનક નિવેદન આપ્યુ હતુ. અલકાએ કહ્યુ કે દીકરા પર અભદ્ર નિવેદનબાજીના કારણે તેમણે ધીરજ ગુમાવી દીધી અને તે થપ્પડ મારી બેઠા. જો કે કાર્યકર્તા પાછળ હટી ગયો અને બચી ગયો. અલકાનુ કહેવુ છે કે તે કાર્યકર્તા સામે લેખિત ફરિયાદ કરશે. તેમણે કહ્યુ કે જ્યાં અડધી વસ્તી મહિલાઓના હકમાટે લડાઈ લડી રહી છે. ત્યાં આમ આદમી પાર્ટી પોતાના કાર્યકર્તાઓ સાથે આવુ કામ કરાવી રહી છે. કાર્યકર્તાની ઓળખ ધર્મેશ તરીકે થઈ છે. વળી, આપ નેતા સંજય સિંહે કહ્યુ કે તે આ બાબતની ફરિયાદ ચૂંટણી પંચને કરશે.

કુમાર વિશ્વાસે પણ કર્યુ અલકા લાંબાનુ સમર્થન

ઘટના બાદ કવિ કુમાર વિશ્વાસે અલકાના સમર્થનમાં ટ્વિટ કરીને લખ્યુ કે પોતાના પૂર્વ સાથી અને ધારાસભ્ય પર અશ્લીલ ટિપ્પણી કરીને તેમના દીકરા વિશે ગંદી વાત કહીને આત્મમુગ્ધ વામનના પાળેલા ચિંટુએ પોતાના આકાની જ ઓકાત બતાવી છે. અલકા લાંબા યોદ્ધા છે. તેની જીત તેનુ સ્વાભિમાન છે.

ચાંદની ચોકથી ચૂંટણી મેદાનમાં છે અલકા લાંબા

અલકા લાંબા આ વખતે કોંગ્રેસની ટિકિટ પર ચાંદની ચોક વિધાનસભાથી ચૂંટણી મેદાનમાં છે. તેમનો મુકાબલો ભાજપના સુમન કુમાર ગુપ્તા અને આપના પીએસ સાહની સાથે છે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મત આપવામાં આવી રહ્યા છે. રાજ્યની જનતા આજે દિલ્લીમાં 672 ઉમેદવારા ભાગ્યનો ફેસલો કરશે. દિલ્લીમાં કુલ 1.47 કરોડ મતદારો છે. આ કુલ મતદારોમાંથી પુરુષોની સંખ્યા 81.05 લાખ છે. વળી મહિલા મતદારોની સંખ્યા 66.80 લાખ છે. વળી, પહેલી વાર મત આપનારાની સંખ્યા 2.32 લાખ છે.

આ પણ વાંચોઃ કુમાર વિશ્વાસે સીએમ અરવિંદ કેજરીવાલને હરાવવાની અપીલ કરી તો લોકોએ કહ્યુ 'કુંઠિત કવિ'આ પણ વાંચોઃ કુમાર વિશ્વાસે સીએમ અરવિંદ કેજરીવાલને હરાવવાની અપીલ કરી તો લોકોએ કહ્યુ 'કુંઠિત કવિ'

English summary
Delhi Assembly Elections 2020: Alka Lamba Loses Cool At AAP Worker, Attempts To Slap Him, Know the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X