ડીટીસી બસમાં છેડછાડ આરોપીએ ફાંસી લગાવી

જાણવા મળ્યાનુસાર, બન્ને યુવક ડીટીસીની બસમાં બે યુવતીઓ સાથે છેડછાડ કરતા પકડાયા હતા. બાદમાં તેમને જમાનત પર છોડી મુકવામાં આવ્યા હતા. મામલો દક્ષિણ દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારના ન્યૂ મંગોલપુરીનો છે જ્યાં બન્ને આરોપીઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા.
જે યુવતીઓને આ યુવકો છેડતા હતા તેમના વિરુદ્ધ 24 ડિસેમ્બરના રોજ મહરૌલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. તેમની ફરિયાદ પર પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.
જમાનત પર છૂટ્યા બાદ ચંદ્રકાંત સિંહ નામના યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી જ્યારે તેમના મિત્ર સોનૂ વૈદ્યએ ઝેર ખાઇને જીવ આપવાનો પ્રયત્ન કર્યો છે. સોનૂને બચાવી લેવામાં આવ્યો છે. આરોપી પકડાઇ ગયા બાદ પોતાની બદનામી અને ગ્લાનિથી દુઃખી હતા.












Click it and Unblock the Notifications
