For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવતીના હંગામા પછી ટ્રાફિક પોલીસના કર્મચારીની કારનું ચાલાન કપાયું

1 સપ્ટેમ્બરથી અમલમાં આવેલા સુધારેલા મોટર વ્હીકલ એક્ટને પગલે એવા ઘણા કિસ્સા બન્યા છે કે ટ્રાફિકના નિયમોને ભંગ કરવા બદલ લાખો રૂપિયા દંડ ભરવો પડ્યો છે.

|
Google Oneindia Gujarati News

1 સપ્ટેમ્બરથી અમલમાં આવેલા સુધારેલા મોટર વ્હીકલ એક્ટને પગલે એવા ઘણા કિસ્સા બન્યા છે કે ટ્રાફિકના નિયમોને ભંગ કરવા બદલ લાખો રૂપિયા દંડ ભરવો પડ્યો છે. આ અંગે લોકોમાં ગુસ્સો પણ છે. આ દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગને લગતો બીજો એક કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે દિલ્હીની તીસ હજારી કોર્ટ નજીક હંગામો થયો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી એક યુવતીની નજર એક કાળા કાચવાળી કાર પર પડી હતી.

દિલ્હી ટ્રાફિક પોલીસના સિપાહીની કાર હતી

દિલ્હી ટ્રાફિક પોલીસના સિપાહીની કાર હતી

જ્યારે મહિલાએ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આ કાર દિલ્હી ટ્રાફિક પોલીસના સિપાહીની છે. ત્યારબાદ મહિલાએ હંગામો મચાવ્યો અને હ્યુન્ડાઇ એસેન્ટ કારનું ચાલાન કાપવાની વાત પર અડી ગઈ. મહિલાએ દાવો કર્યો હતો કે આ વાહનના ઘણાં કાગળો પૂરા નથી. જ્યારે મહિલાએ હંગામો મચાવ્યો હતો, ત્યારે ત્યાં ભીડ ભેગી થઇ હતી. ભીડ પણ મહિલા તરફ થઇ ગઈ અને ચાલાન કાપવા માટે દબાણ લાવવાનું શરૂ કર્યું.

ટ્રાફિક પોલીસે સિપાહીની કારનું ચાલાન કાપ્યું

ટ્રાફિક પોલીસે સિપાહીની કારનું ચાલાન કાપ્યું

બબાલ વધતી જોઈ પોલીસે આખરે સિપાહીની કારનું ચાલાન કાપી નાંખ્યું. દિલ્હી ટ્રાફિક પોલીસના અધિક જનસંપર્ક અધિકારી અનિલ મિત્તલે જણાવ્યું હતું કે કાળા કાચવાળી કાર ચલાવનાર સિપાહી સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચલણ કપાવવા પર અડગ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સિપાહી વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવામાં આવી રહી છે-દિલ્હી પોલીસ

સિપાહી વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવામાં આવી રહી છે-દિલ્હી પોલીસ

આ ઘટના મંગળવારે તીસ હજારી કોર્ટ નજીક સબઝી મંડી ટ્રાફિક સર્કલ ખાતે બની હતી. કોર્ટ નજીક રેડ લાઇટ પાસે કાળા કાચવાળી કાર ઉભી હતી. એક યુવતિની ગાડી પર નજર પડી, ત્યારે તેને ખબર પડી કે આ કાર સૈનિક વિકાસ ડબાસની છે, જે તે સમયે કારનો દરવાજો ખોલી રહ્યો હતો. મહિલાએ કહ્યું કે સિપાહીની કારનું ચાલાન કેમ કાપવામાં આવતું નથી. આ પછી, તે ચાલાન કાપવા અંગે અડી ગઈ હતી. જ્યારે સિપાહીએ જણાવ્યું હતું કે કાર તેના ભાઈની છે. આ સિપાહીની કારનું ચાલાન નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: હવે બાઈકમાં મ્યુઝિક ચલાવવાને કારણે ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે નિયમ

English summary
Delhi: challan of delhi police constable for driving car with black film on glass
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X