અરવિંદ કેજરીવાલનો દાવો - રાઘવ ચઢ્ઢાની પણ થઈ શકે છે ધરપકડ, આ લોકો બનાવી રહ્યા છે...
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ટ્વિટ કરીને એક મોટુ નિવેદન આપ્યુ છે.
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ટ્વિટ કરીને એક મોટુ નિવેદન આપ્યુ છે. જેમાં તેમણે કહ્યુ છે કે, 'જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનુ ચાલુ કર્યુ છે, હવે સાંભળવામાં આવી રહ્યુ છે કે રાઘવ ચઢ્ઢાની પણ આ લોકો ધરપકડ કરશે. કયા કેસમાં કરશે અને શું આરોપ હશે, એ હજુ આ લોકો બનાવી રહ્યા છે.'

ઉલ્લેખનીય છે કે દિલ્લીની દારૂનીતિ પર થયેલી કાર્યવાહી બાદ દિલ્લીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી સામ-સામે આવી ગઈ છે. ગયા સપ્તાહે સીબીઆઈએ કથિત દારુનીતિ કૌભાંડમાં વિજય નાયરની ધરપકડ કરી હતી ત્યારબાદ કેજરીવાલે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડની શંકા વ્યક્ત કરી હતી.
તમને જણાવી દઈએ કે 17 સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં પાર્ટીના સહપ્રભારી નિયુક્ત કર્યા હતા. ત્યારબાદથી ચઢ્ઢાએ ગુજરાતમાં કહ્યુ હતુ કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે. તે ભાજપના 27 વર્ષના શાસનથી પરેશાન છે. વળી, રાઘવ ચઢ્ઢાએ એમ પણ કહ્યુ હતુ કે કોંગ્રેસ બૂઢ્ઢી થઈ ચૂકી છે અને તે ભાજપને સત્તામાંથી હટાવવામાં સક્ષમ નથી. હવે અરવિંદ કેજરીવાલ જ એક વિકલ્પ છે. નોંધનીય છે કે રાઘવ ચઢ્ઢાએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તે પંજાબના પણ પ્રભારી છે. પંજાબમાં આપે વિધાનસભાની 117માથી 92 સીટો પર જીત મેળવી હતી.
દિલ્લીની રાઉઝ એવન્યુ કોર્ટે હાલમાં જ આપ ધારાસબ્ય અમાનતુલ્લાહ ખાનને જામીન આપ્યા. તે અંગે પણ તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ. કેજરીવાલે ગુરુવારે ટ્વિટ કર્યુ હતુ કે ભાજપવાળા દિલ્લીમાં નકલી તપાસ કરતા રહી ગયા અને આ બાજુ ગુજરાત તેમના હાથમાંથી સરકી ગયુ. આજે 75 વર્ષ પછી પણ લોકોને પોતાની સમસ્યાઓનો ઉકેલ જોઈએ. લોકોમાં જબરદસ્ત બેચેની છે. 24 કલાક નેગેટીવ અને બદલાની રાજનીતિ કરવાનુ લોકોને પસંદ નથી.
जब से राघव चड्ढा को गुजरात का सह प्रभारी नियुक्त किया है और उन्होंने गुजरात में चुनाव प्रचार के लिए जाना चालू किया है, अब सुन रहे हैं कि राघव चड्ढा को भी ये लोग गिरफ़्तार करेंगे। किस केस में करेंगे और क्या आरोप होंगे, ये अभी ये लोग बना रहे हैं
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 30, 2022












Click it and Unblock the Notifications
