ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશનો ફોટો પણ લગાવો, કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર
ભારતીય ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશના ફોટા લગાવવા મુદ્દે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે.
નવી દિલ્લીઃ ભારતીય ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશના ફોટા લગાવવા મુદ્દે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. જેનો સ્ક્રીનશૉટ તેમણે શેર કર્યો છે. સીએમ કેજરીવાલે પીએમ મોદીને લખેલા પત્રનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ કે, મે 130 કરોડ ભારતીયો વતી વડાપ્રધાનને પત્ર લખીને વિનંતી કરી છે કે ભારતીય ચલણ પર મહાત્મા ગાંધીજી સાથે લક્ષ્મી-ગણેશજીનો પણ ફોટો લગાવવામાં આવે.

પીએમ નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં અરવિંદ કેજરીવાલે લખ્યુ છે કે, 'એક તરફ આપણે બધા દેશવાસીઓએ સખત મહેનત કરવાની જરૂર છે અને બીજી તરફ આપણને ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે જેથી કરીને આપણા પ્રયત્નો ફળીભૂત થાય. યોગ્ય નીતિ, પરિશ્રમ અને ઈશ્વરના આશીર્વાદ- આ સંગમથી જ દેશની પ્રગતિ થશે.' અરવિંદ કેજરીવાલે લખ્યુ છે કે ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને મે જાહેરમાં આની માંગ કરી હતી. ત્યારથી આ મુદ્દે સામાન્ય જનતાનુ જબરદસ્ત સમર્થન મળી રહ્યુ છે. લોકોમાં તેને લઈને જબરદસ્ત ઉત્સાહ છે. દરેક જણ ઇચ્છે છે કે તેનો તાત્કાલિક અમલ થાય.
मैंने प्रधानमंत्री जी को पत्र लिखकर 130 करोड़ भारतवासियों की ओर से निवेदन किया है कि भारतीय करेंसी पर महात्मा गांधी जी के साथ-साथ लक्ष्मी गणेश जी की तस्वीर भी लगाई जाए। pic.twitter.com/OFQPIbNhfu
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 28, 2022
તમને જણાવી દઈએ કે બુધવારે આયોજિત એક પ્રેસ કૉન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણ (નોટો) પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર સાથે બીજી તરફ શ્રી લક્ષ્મી અને શ્રી ગણેશજીની તસવીર લગાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, 'નોટ પર ગાંધીજીની તસવીર જેમ છે તેમ રહેવા દેવી જોઈએ પરંતુ એક તરફ દેવી-દેવતાઓની તસવીર લગાવવામાં આવે. જો 85 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ઈન્ડોનેશિયા પણ શ્રી ગણેશજીને પસંદ કરે છે તો આપણે પણ કરી શકીએ છીએ. દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે.' અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર વિવાદ થયો હતો. સીએમ કેજરીવાલે કહ્યુ હતુ કે આનાથી સમૃદ્ધિ આવશે અને દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં મદદ મળશે. જો કે, તેમણે દાવો કર્યો હતો કે તેમનુ સૂચન કોઈ ધર્મ વિરુદ્ધ નથી.












Click it and Unblock the Notifications
