For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાને મ્હાત આપવા માટે કેજરીવાલે બનાવ્યો 5-T પ્લાન, જાણો તેના વિશે

દિલ્લીમાં કોરોનાને રોકવા માટે કેજરીવાલ સરકારે 5 ટી પ્લાન બનાવ્યો છે. જાણો અહીં..

|
Google Oneindia Gujarati News

દિલ્લીમાં કોરોનાને રોકવા માટે કેજરીવાલ સરકારે 5 ટી પ્લાન બનાવ્યો છે. પ્રેસ કૉન્ફરન્સ કરીને કેજરીવાલે કહ્યુ કે જો તમે સૂતા રહ્યા તો કોરોના તમને મ્હાત આપી દેશે. તેમણે પોતાના 5 ટી પ્લાન વિશે પણ જણાવ્યુ.

આ છે એ 5 ટી પ્લાન

આ છે એ 5 ટી પ્લાન

ટેસ્ટિંગ
ટ્રેસિંગ
ટ્રીટમેન્ટ
ટીમ વર્ક
ટ્રેકિંગ અને મૉનિટરીંગ

ટેસ્ટિંગ વિશે કેજરીવાલે કહ્યુ કે શુક્રવારથી અમે કોરોના વાયરસનુ રેપિડ ટેસ્ટ કરીશુ. અમે અચાનક ક્યાંય પણ જઈને ટેસ્ટ કરીશુ. આવતા અમુક દિવસોમાં એક લાખ ટેસ્ટ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર પાસેથી અમને શુક્રવાર સુધીમાં ટેસ્ટિંગ માટે કિટ મળી જશે. વળી, ટ્રેસિંગ વિશે જણાવતા અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જે પોતાના ઘરોમાં કવૉરંટાઈનછે તેમના વિશે અમે પોલિસની મદદથી એવા લોકો વિશે જાણીશુ જે ક્વૉરંટાઈનમાં નિયમુ પાલન કરી રહ્યા છે કે નહિ.

આ ઉપરાંત ટ્રીટમેન્ટ પ્લાન વિશે કેજરીવાલે શું કહ્યુ

અત્યાર સુધી 526 કોરોના કેસ આવ્યા છે. કુલ 3000 બેડ તૈયાર કરી લેવામાં આવ્યા છે જેમાં માત્ર કોરોનાના દર્દીઓને જ રાખવામાં આવશે. જે પણ કોરાના પીડિત હશે તેમને ઈલાજ કરવામાં આવશે. અમે જે યોજના બનાવી છે તેમાં 30,000 સુધી દર્દી થઈ જાય તો પણ અરી પાસે પૂરતી વ્યવસ્થા છે. 12,000 હોટલના રૂમ ટેક ઓવર કરવામાં આવશે. 2450 બેડ સરકારી હોસ્પિટલમાં છે જ્યારે બાકી બચેલા બેડ ખાનગી હોસ્પિટલો માટે લેવામાં આવ્યા છે.

ટીમ વર્ક વિશે જણાવતા

કેજરીવાલે કહ્યુ કે કોઈ પણ એકલા કોરોના સામે લડીને જંગ નથી જીતી શકતુ. એવામાં ટીમ વર્ક સાથે કામ કરવુ પડશે. આપણે એકબીજા પાસેથી શીખીને પણ કામ કરી શકીએ છીએ. આપણે ડૉક્ટરો અને નર્સોની સુરક્ષા કરવી પડશે. તે રીતે ટ્રેકિંગ અને મૉનિટરિંગ વિશે સીએમ કેજરીવાલે કહ્યુ કે યોજનાનુ ક્રિયાન્યવયન કેવી રીતે થઈ રહ્યુ છે તેનુ ટ્રેકિંગ અને મૉનિટરીંગ થશે.

આ પણ વાંચોઃ લૉકડાઉનનુ ઉલ્લંઘન કરવા પર ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રી પર PMએ લીધી એક્શનઆ પણ વાંચોઃ લૉકડાઉનનુ ઉલ્લંઘન કરવા પર ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રી પર PMએ લીધી એક્શન

દેશભરમાં વધી રહ્યા છે કેસ

ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કોવિડ-19ના 3981 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધી 4421 કન્ફર્મ કેસ સામે આવ્યા છે. ભારતમાં કરોના વાયરથી અત્યાર સુધી 114 લોકોના જીવ જઈ ચૂક્યા છે. 325 સ્વસ્થ અથવા ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. કુલ કન્ફર્મ કેસમાં એક માઈગ્રેટેડ દર્દી પણ શામેલ છે.

English summary
Delhi cm Kejriwal announced a 5T plan to stop the spread of the new coronavirus. Read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X