આઝાદીની ઉજવણી પર દિલ્લીમાં દરેક ઘરમાં લહેરાશે તિરંગો, સીએમ કેજરીવાલ વહેંચશે 25 લાખ ઝંડા
કેજરીવાલ સરકારે શુક્રવારે દિલ્લીવાસીઓને દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવવાની અપીલ કરી છે.
નવી દિલ્લીઃ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ પર્વની ઉજવણી 'હર ઘર તિરંગા' ઝુંબેશ શરૂ કરીને કરવામાં આવી રહી છે. દેશની રાજધાની દિલ્લીમાં આ ખુશીમાં લોકો જોડાય તે માટે કેજરીવાલ સરકારે શુક્રવારે દિલ્લીવાસીઓને દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવવાની અપીલ કરી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હું દરેકને અપીલ કરવા માંગુ છુ કે 14 ઓગસ્ટે સાંજે 5 વાગે રાષ્ટ્રધ્વજ સાથે આપણા દેશનુ રાષ્ટ્રગીત ગાવ. દિલ્લીમાં અમે અલગ-અલગ સ્થળોએ લોકોને 25 લાખ ત્રિરંગા ઝંડા વહેંચીશુ.












Click it and Unblock the Notifications
