‘લોહીની દલાલી' વાળા નિવેદન પર રાહુલ ગાંધી સામે FIRની માંગ પર કોર્ટે ચુકાદો રાખ્યો સુરક્ષિત

દિલ્લીની એક કોર્ટે બુધવારે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે.

દિલ્લીની એક કોર્ટે બુધવારે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. કોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે રાહુલની 'લોહીની દલાલી'વાળી ટિપ્પણી પર FIR નોંધાવવાની માંગ કરતી ફરિયાદ પર સાત જૂન સુધી ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2016માં સર્જીકલ સ્ટ્રાઈક માટે દિલ્લીના જંતર મંતર પર રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર 'લોહીની દલાલી' કરવાનો આરોપ લગાવ્યો હતો.

રાહુલને કોર્ટમાંથી હાલમાં રાહત

રાહુલને કોર્ટમાંથી હાલમાં રાહત

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે એફઆઈઆરની ફરિયાદ પર કોર્ટે સાત જૂન સુધી ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલે એડવોકેટ જોગિંદર તુલી દ્વારા ફરિયાદ પર સુનાવણી કરીને આ આદેશ આપ્યો. જોગિંદર તુલીએ કોર્ટમાં અરજી કરીને પીએમ મોદી સામે 2016માં કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા માટે ગાંધી સામે પ્રાથમિકી નોંધવા માટે પોલિસને નિર્દેશ આપવા માટે કહ્યુ હતુ.

દિલ્લી પોલિસે કોર્ટમાં શું કહ્યુ?

દિલ્લી પોલિસે કોર્ટમાં શું કહ્યુ?

દિલ્લી પોલિસે આ મામલે દિલ્લીની અદાલત સામે એક એક્શન પોર્ટ દાખલ કરી હતી. આમાં કહ્યુ હતુ કે રાહુલ ગાંધીએ પીએમ મોદી સામે કથિત રીતે અપમાનજનક નિવેદન આપ્યુ હતુ. આના પર તેમની સામે કેસ કરી શકાય છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો.

રાહુલે કરી હતી વિવાદિત ટિપ્પણી

રાહુલે કરી હતી વિવાદિત ટિપ્પણી

રાહુલ ગાંધીએ વર્ષ 2016માં સર્જીકલ સ્ટ્રાઈક પર પીએમ મોદીને નિશાને લેતા કહ્યુ કે આપણા જે જવાનોએ જમ્મુ કાશ્મીરમાં પોતાનો જીવ આપ્યો, સર્જીકલ સ્ટ્રાઈક કરી, તમે તેમના લોહીની દલાલી કરી રહ્યા છો, આ બિલકુલ ખોટુ છે. રાહુલે પીએમ મોદીને સલાહ આપતા એ પણ કહ્યુ કે સેનાએ પોતાનું કામ કર્યુ છે તમે તમારુ કામ કરો. રાહુલ ગાંધીએ ત્યારબાદ પોતાના નિવેદન પર સફાઈ આપતા ટ્વિટ કર્યુ હતુ તે સર્જીકલ સ્ટ્રાઈકનું સમર્થન કરે છે પરંતુ રાજકીય પોસ્ટરમાં સેનાનો ઉપયોગ ન થવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X