કેજરીવાલ પૂરુ કર્યુ બીજું વચનઃ દિલ્હીમાં વીજ દરોમાં 50 ટકાનો ઘટાડો
નવી દિલ્હી, 31 ડિસેમ્બરઃ દિલ્હીની જનતા માટે સતત બીજા દિવસે સારા સમાચાર આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટી દ્વારા તેના ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવેલા વચનો એક પછી એક પૂરા કરવાની દિશામાં આગળ વધી રહી છે. સરકાર રચ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીને મફત પાણીને અમલી બનાવ્યું હતું. ત્યારબાદ આજે તેમણે દિલ્હીમાં વિજળીના દરોમાં મસમોટો ઘટાડો કર્યો છે.

કેજરીવાલે કહ્યુ કે અમે વિજળી વિતરણ કંપનીઓના ઓડિટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના પરિણામ ત્રણ મહિનામાં આવશે. ત્યાં સુધી અમારી કેબિનેટે નિર્ણય કર્યો છેકે, 0-200 અને 201-400 યુનિટ ખર્ચ કરનારાઓને 50 ટકા સબસિડી આપવામાં આવશે. જેનો ખર્ચ અંદાજે 200 કરોડ રૂપિયા આવશે. પરંતુ સરકારે માત્ર 61 કરોડ રૂપિયા જ આપવા પડશે. નવા દર 1લી જાન્યુઆરીથી લાગુ થઇ જશે. આ ઉપરાંત તે 31 માર્ચ સુધી લાગુ રહેશે.












Click it and Unblock the Notifications
