દિલ્લી સરકારે DDCDના 7 વર્ષ પૂર્ણ થવા પર કામની વિગતો જાહેર કરી ઉપલબ્ધિઓ ગણાવી
દિલ્લી સરકારે ડાયલૉગ એન્ડ ડેવલપમેન્ટ કમિશન ઑફ દિલ્લી(DDCD)ના 7 વર્ષ પૂરા થવા પર કામની વિગતો જાહેર કરી.
દિલ્લી સરકારે ડાયલૉગ એન્ડ ડેવલપમેન્ટ કમિશન ઑફ દિલ્લી(DDCD)ના 7 વર્ષ પૂરા થવા પર કામની વિગતો જાહેર કરી. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજીને પંચની સિદ્ધિઓ ગણાવી અને જણાવ્યુ કે દિલ્લી સરકારે 70થી વધુ પ્રોજેક્ટ્સ પૂરા કરી દીધા જેણે દિલ્લીના વિકાસની ગતિને વધુ ઝડપી બનાવી છે. બુધવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે સીએમ કેજરીવાલે કહ્યુ કે ડીડીસીડીએ છેલ્લા 7 વર્ષમાં દિલ્લીના વિકાસમાં અભૂતપૂર્વ અને તેજસ્વી કામ કર્યુ છે.

તમને જણાવી દઈએ કે ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ કમિશન દિલ્લી સરકારની થિંક ટેન્ક છે. આ થિંક ટેન્ક આયોજનથી અમલીકરણ સુધીના આયોજનની દેખરેખ રાખે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, 'સરકાર ચલાવતી વખતે આપણે જોઈએ છીએ કે મંત્રીઓ અને અધિકારીઓ એટલા વ્યસ્ત હોય છે કે તેમની પાસે નવી સ્કીમ ડિઝાઇન કરવા માટે સમય નથી હોતો. આ ખામીને પહોંચી વળવા માટે આની રચના કરવામાં આવી હતી. જો કોઈ પ્રોજેક્ટ અથવા નવી યોજના લાવવામાં આવે પછી ડીડીસીડી તેના વિશે વિચારવાનુ તમામ કામ કરે છે. દિલ્લી સરકાર જેટલી પણ યોજનાઓ લાવે છે એ તમામ યોજનાઓ સફળ થાય છે. અન્ય સરકારોની યોજનાઓ સારી હોય છે પરંતુ તે સફળ થતી નથી.
દિલ્લી ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ કમિશનના કામકાજની વિગતો આપતાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે કોરોનાના સમયમાં DDCDએ ઘણુ સારુ કામ કર્યુ છે. સીએમ કેજરીવાલે કહ્યુ કે ડીડીસીડી દ્વારા વાઈસ ચેરમેન જાસ્મીન શાહના નેતૃત્વમાં છેલ્લા 7 વર્ષમાં જે કામ કરવામાં આવ્યુ છે તે અભૂતપૂર્વ છે. સીએમએ કહ્યુ કે ડીડીસીડીએ ઈવી પોલિસી, સરકારી કામો માટે ડોરસ્ટેપ ડિલિવરી, સીસીટીવી, સ્ટ્રીટ લાઇટ, હેલ્થ ઈન્ફો મેનેજમેન્ટ સિસ્ટમ, રોજગાર પોર્ટલથી 10 લાખ, રાશન માટે ઈ-કૂપન, કોરોના કાળમાં CATS એમ્બ્યુલન્સનો સમય 55 મિનિટથી 18 સુધી કરવા જેવા મહત્વપૂર્ણ કાર્યો કર્યા.
સીએમ કેજરીવાલે કહ્યુ કે સંવાદ અને વિકાસ આયોગ ત્રણ તબક્કામાં કામ કરે છે. જેમાં ડીડીસી યોજનાને સારી રીતે ડિઝાઇન કરે છે, યોજનાના અમલીકરણ પર નજર રાખે છે કે તે સારી રીતે ચાલી રહી છે કે નહીં. જો કોઈ ઉણપ દેખાય તો તેને સુધારવાનુ કામ કરે છે. નોંધનીય છે કે દિલ્લી સરકારે DDCD સાથે મળીને ઘણી યોજનાઓ શરૂ કરી છે. જેમાં દિલ્લી સરકારની કોમ્યુનિકેશન્સ એન્ડ ડેવલપમેન્ટ કમિશનની મદદથી સરકારની ફ્લેગશિપ યોજના ડોરસ્ટેપ ડિલિવરી પણ શરૂ કરવામાં આવી છે.
સીએમ કેજરીવાલે કહ્યુ કે કમિશને 1076 હેઠળ ડોરસ્ટેપ ડિલિવરી સ્કીમના અમલ માટે પણ કામ કર્યુ છે. તેમણે કહ્યુ કે બેરોજગારો અને નોકરી શોધનારાઓને એકસાથે લાવવા માટે આયોગે રોજગાર પોર્ટલ માટે 10 લાખથી વધુ લોકોને નોકરીઓ આપી છે.DDCD એ કોરોનાના સમયગાળા દરમિયાન જેમની પાસે રેશનકાર્ડ નથી તેમને મફત રાશન આપવા માટેની યોજના માટે ઈ-કૂપન્સ દ્વારા સારુ કામ કર્યુ છે.












Click it and Unblock the Notifications
