For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભાજપે કહ્યુ - પાર્ટીમાં આવી જાવ, CBI-EDના બધા કેસ બંધ કરી દઈશુ', મનીષ સિસોદિયાનો મોટો આરોપ

એક્સાઈઝ પૉલિસી કેસમાં CBI તપાસમાં ઘેરાયેલા દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક્સાઈઝ પૉલિસી કેસમાં CBI તપાસમાં ઘેરાયેલા દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે તેમને ભાજપ તરફથી ઑફર મળી છે. સિસોદિયાએ દાવો કર્યો છે કે ભાજપે તેમને આમ આદમી પાર્ટીને તોડવા માટે તમામ CBI અને ED કેસ બંધ કરવાની ઑફર કરી છે. સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે તેમને ભાજપ તરફથી AAP છોડીને ભાજપમાં જોડાવાની ઑફર મળી છે. સિસોદિયોએ ટ્વીટ કર્યુ કે તેમને એમ પણ કહેવામાં આવ્યુ છે કે જો તેઓ ભાજપમાં જોડાશે તો CBI-EDના કેસ બંધ કરવામાં આવશે.

manish sisodia

હું રાજપૂત છુ, માથુ કપાવી લઈશ પણ ઝૂકીશ નહિઃ સિસોદિયા

મનીષ સિસોદિયાએ સોમવારે સવારે એક ટ્વીટમાં લખ્યુ, 'મને ભાજપ તરફથી સંદેશ મળ્યો છે - 'આપ' છોડીને ભાજપમાં જોડઈ જાવ, CBI EDના તમામ કેસ બંધ કરી દેવામાં આવશે. ભાજપને મારો જવાબ- હું રાજપૂત છુ, મહારાણા પ્રતાપનો વંશજ છુ. હું માથુ કાપી નાખીશ પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહિ. મારી સામેના તમામ કેસ ખોટા છે. તમારે જે કરવુ હોય એ કરી લો.'

'ગુજરાતની જનતા કેજરીવાલને એક મોકો આપવા માંગે છે'

અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં સિસોદિયાએ કહ્યુ હતુ કે, 'હું અરવિંદ કેજરીવાલ સાથે બે દિવસીય પ્રવાસ પર ગુજરાત જઈ રહ્યો છુ. દિલ્લીમાં જે રીતે કામ થઈ રહ્યુ છે અને પંજાબમાં જે રીતે કામ થઈ રહ્યુ છે તેનાથી પ્રભાવિત થઈને ગુજરાતની જનતા કેજરીવાલને તક આપવા માંગે છે. સિસોદિયાએ કહ્યુ કે કે ભાજપે છેલ્લા 27 વર્ષમાં ગુજરાત માટે જે નથી કર્યુ એ કેજરીવાલની સરકાર કરીને બતાવશે.

અનુરાગ ઠાકુરે કહ્યુ - કેજરીવાલનો ભાંડો ફૂટી ચૂક્યો છે

તમને જણાવી દઈએ કે સીબીઆઈએ દારૂ કૌભાંડ કેસમાં દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ પછી રવિવારે એવા અહેવાલો આવ્યા હતા કે સીબીઆઈએ સિસોદિયા સહિત 14 આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે અરવિંદ કેજરીવાલ મોડલનો ભાંડો ફૂટી ગયો છે. મોહલ્લા ક્લિનિકથી મોહલ્લા કોન્ટ્રાક્ટ આ અરવિંદ કેજરીવાલ મૉડલ છે. મહોલ્લા ક્લિનિકમાં દવાઓ નથી મળી. મોહલ્લા કોન્ટ્રાક્ટ દ્વારા દારૂની ડોર ટુ ડોર ડિલિવરી થતી હતી. તેમણે વધુમાં કહ્યુ કે દેશમાં પહેલીવાર એવુ બન્યુ છે કે શિક્ષણ વિભાગ જેની પાસે છે તેની પાસે દારૂ વિભાગ પણ છે. અરવિંદ કેજરીવાલ સત્યેન્દ્ર જૈનને પ્રમાણિકતાનુ પ્રમાણપત્ર વહેંચતા હતા. તે ત્રણ મહિનાથી જેલમાં છે. અરવિંદ કેજરીવાલજીએ પુસ્તક તો સ્વરાજનુ લખ્યુ પરંતુ એ દારૂ રાજ લઈને આવ્યા.

English summary
Delhi Deputy CM Manish Sisodia alleges BJP invited him to join their party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X