'MCD સ્કૂલોને પણ જોઈએ ઈન્ટરનેશનલ ટ્રેનિંગ', શિક્ષણ મંત્રી આતિશીએ અધિકારીઓને આપ્યા નિર્દેશ
દિલ્લીના શિક્ષણ મંત્રી આતિશીએ મંગળવારે કહ્યુ કે MCD શાળાઓના શિક્ષકોને પણ "આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ" આપવાની જરૂર છે જેથી તેઓ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે.
આગામી શાળા સત્ર માટે સમીક્ષા બેઠક બાદ આતિશીએ જણાવ્યુ હતુ કે દિલ્લીની સરકારી શાળાઓના શિક્ષકોની 'આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ'એ દિલ્લીની શિક્ષણ ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. હવે MCD શાળાઓના શિક્ષકોની આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ માટે રોડમેપ તૈયાર કરવાની જરૂર છે.

તેમણે ઉમેર્યુ કે રાજધાનીમાં દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે મહાનગરપાલિકા સંકલિત રીતે કામ કરશે. દિલ્લીના શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યુ કે શિક્ષકોની "આંતરરાષ્ટ્રીય ધોરણની તાલીમ" MCD શાળાના શિક્ષકોમાં વિશ્વાસ જગાડશે. આ પહેલ તેમને વિશ્વ કક્ષાનો અનુભવ આપશે. આ સાથે તેઓ તેમની શાળાઓમાં બાળકોને સારી ગુણવત્તાનું શિક્ષણ આપી શકશે.
આ સાથે આતિશીએ અધિકારીઓને MCD શાળાઓના શિક્ષકોની તાલીમ માટે સંયુક્ત કાર્ય યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે, તેમણે અધિકારીઓને નવા સત્રમાં MCD અને શિક્ષણ વિભાગના શાળાના વડાઓ માટે સંયુક્ત અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવા જણાવ્યું છે.
શિક્ષણ મંત્રી આતિશીએ મેયર શેલી ઓબેરૉય સાથે MCD શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના મુદ્દે મંગળવારે શિક્ષણ નિયામક અને નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આતિશીએ કહ્યું કે શિક્ષણ નિયામક અને MCDના અધિકારીઓની સંયુક્ત ટીમ આ દિશામાં સાથે મળીને કામ કરશે.
શિક્ષણ મંત્રીએ એમસીડી શાળાઓના શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમો તૈયાર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. શિક્ષણ નિર્દેશાલય અને MCD MCD શાળાઓમાં શિક્ષણ કાર્યને વધુ સુધારવા માટે સાથે મળીને કામ કરશે. આ માટે એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે, જેમાં શિક્ષણ નિર્દેશાલય અને MCDના લોકો હશે.
આતિશીએ કહ્યું કે MCD શાળાના શિક્ષકો માટે આંતરરાષ્ટ્રીય તાલીમ માટેનો રોડમેપ પણ તૈયાર કરવામાં આવશે, જેથી તેઓ બાળકોને વિશ્વ સ્તરનું શિક્ષણ આપી શકશે. બીજી તરફ દિલ્હીના મેયર શૈલી ઓબેરૉયે કહ્યું કે કેજરીવાલ સરકારમાં છેલ્લા આઠ વર્ષમાં મોટા ફેરફારો આવ્યા છે. આ ફેરફારોમાંથી શીખીને, અમે ટૂંકા ગાળામાં MCD શાળાઓને વિશ્વ કક્ષાની શાળાઓમાં પરિવર્તિત કરીશું અને દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કામ કરીશું.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
