Delhi Election 2024 : AAP ની અંતિમ યાદી જાહેર, જાણો કેજરીવાલ ક્યાંથી ચૂંટણી લડશે?

Delhi Assembly Election 2025 : વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ દિલ્હીની તમામ સીટો પર ઉમદવાર ઉતારી દીધા છે.

આમ આદમી પાર્ટીએ આજે તેની 36 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી. આ લિસ્ટમાં કેજરીવાલ અને સીએમ આતિશીના પણ નામ સામેલ છે.

Delhi Assembly Election 2025

આમ આદમી પાર્ટીએ નવી દિલ્હી સીટ પરથી અરવિંદ કેજરીવાલને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર કેજરીવાલનો સીધો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિત સાથે થશે.

આ સિવાય પાર્ટીએ કાલકાજી સીટ પરથી સીએમ આતિશીને મેદાનમાં ઉતાર્યા છે. મંત્રી સૌરભ ભારદ્વાજને ગ્રેટર કૈલાશથી, મંત્રી ગોપાલ રાયને બાબરપુરથી, સત્યેન્દ્ર કુમાર જૈનને શકુર બસ્તીથી, દુર્ગેશ પાઠકને રાજીન્દર નગરથી, રમેશ પહેલવાનને કસ્તુરબા નગરથી મેદાનમાં ઉતારાયા છે.

અંતિમ યાદી જાહેર કરતા અરવિંદ કેજરીવાલે એક્સ પર લખ્યું કે, આજે આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પાર્ટી સંપૂર્ણ આત્મવિશ્વાસ અને સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી લડી રહી છે. બીજેપી ગાયબ છે. તેમની પાસે કોઈ સીએમ ચહેરો નથી, કોઈ ટીમ નથી, કોઈ પ્લાનિંગ નથી અને દિલ્હી માટે કોઈ વિઝન નથી.

અરવિંદ કેજરીવાલે લખ્યુ કે, તેની પાસે માત્ર એક જ સૂત્ર છે, માત્ર એક જ નીતિ અને માત્ર એક જ મિશન - કેજરીવાલને હટાવો. તેમને પૂછો કે તેમણે છેલ્લા 5 વર્ષમાં શું કર્યું, તો તેઓ જવાબ આપશે કે કેજરીવાલ સાથે ખૂબ દુર્વ્યવહાર કર્યો.

કેજરીવાલે લખ્યુ કે, અમારી પાર્ટી પાસે એક વિઝન છે, દિલ્હીના લોકોના વિકાસ માટેની યોજના છે અને તેને લાગુ કરવા માટે શિક્ષિત લોકોની સારી ટીમ છે. છેલ્લા દસ વર્ષમાં થયેલા કામોની લાંબી યાદી છે. દિલ્હીના લોકો કામ કરનારાઓને વોટ આપશે, દુરુપયોગ કરનારાઓને નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X