Delhi Election 2025 : અરવિંદ કેજરીવાલ પર હુમલો, બીજેપી ઉમેદવાર પર આરોપ

Delhi Assembly Election 2025 : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે રાજનીતિ ચરમ પર છે. આમ આદમી પાર્ટીને હરાવવા બીજેપી નેતાઓ મારપીટ પર ઉતરી આવ્યા હોવાના આરોપ લાગ્યા છે.

આમ આદમી પાર્ટી અધ્યક્ષ અને પુર્વ મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલે બીજેપી ઉમેદવાર પ્રવેશ વર્મા પર હુમલો કરાવવાનો આરોપ લગાવ્યો છે.

Delhi Assembly Election 2025

સમાચારો અનુસાર, નવી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલના કાફલા પર પથ્થરમારો કરાયો. બીજી તરફ પ્રવેશ વર્માએ આમ આદમી પાર્ટી પર તેમની ગાડી પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. આ ઘટનામાં એક કાર્યકર્તાને ઈજા થઈ છે.

આમ આદમી પાર્ટીએ એક્સ પર લખ્યુ કે, ભાજપ હારના ડરથી ગભરાઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ પર ગુંડાઓ દ્વારા હુમલો કરાવ્યો. પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર ઈંટો અને પથ્થરોથી હુમલો કરીને તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો જેથી તેઓ પ્રચાર કરી શકે નહીં. ભાજપના લોકો, કેજરીવાલ તમારા કાયર હુમલાથી ડરતા નથી, દિલ્હીના લોકો તમને જડબાતોડ જવાબ આપશે.

દિલ્હીના પુર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ગભરાયેલી કાયરોની પાર્ટી છે. તેમની પાસે અરવિંદ કેજરીવાલના કામ સામે લડવાની હિંમત નથી. તેથી તે તેના ગુંડાઓ તેમના દ્વારા હુમલો કરવા માટે આવ્યા હતા. આનાથી ખરાબ અને નીચ બીજુ શું હોઈ શકે. બીજેપી કોઈપણ સ્તરનું રાજકારણ કરી શકે છે. ભાજપે આ સમજવું જોઈએ, જનતા હવે તમને યોગ્ય જવાબ આપશે.

જણાવી દઈએ કે, વર્ષોથી દિલ્હીની સત્તાથી દુર રહેલી બીજેપીના નેતાઓ પર સતત હિંસા અને ચૂંટણી સાથે છેડછાડના આરોપ લાગી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X