Delhi Election 2025 : કેજરીવાલને ગુજરાત પોલીસની સિક્યુરિટી અપાતા વિવાદ, જાણો શું છે પુરો વિવાદ?
Delhi Assembly Election 2025 : દિલ્હી ચૂંટણીને કોઈપણ ભોગે જીતવા માંગતી બીજેપી અને નરેન્દ્ર મોદી સરકારે અરવિંદ કેજરીવાલની પંજાબ પોલીસની સિક્યુરિટી હટાવતા મોટો હંગામો થયો છે.
હાલમાં જ કેજરીવાલની પંજાબ પોલીસની સિક્યુરિટી હટાવાઈ હતી. હવે અરવિંદ કેજરીવાલને ગુજરાત પોલીસની સિક્યુરિટી અપાઈ છે. કેન્દ્રના આ નિર્ણય મોટો વિવાદ થયો છે.

અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસના આદેશને શેર કરતા ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, ગુજરાત પોલીસનો આ આદેશ વાંચો. ચૂંટણી પંચે દિલ્હીમાંથી પંજાબ પોલીસને હટાવીને ગુજરાત પોલીસ તૈનાત કરી દીધી છે. આ શું થઈ રહ્યું છે?
બીજી તરફ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલની સુરક્ષા વ્યવસ્થામાં સશસ્ત્ર પંજાબ પોલીસ કર્મચારીઓની તૈનાતી યલો બુકમાં આપેલા સુરક્ષા પ્રોટોકોલની વિરુદ્ધ હતી. સૂત્રોનું કહેવું છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી દિલ્હી પોલીસની રહેશે. કોઈ બાહ્ય બળની નહીં.
ચૂંટણી પંચના નિર્દેશો હેઠળ, પંજાબ પોલીસને કેજરીવાલની સુરક્ષામાંથી દૂર કરવામાં આવી હતી અને આ જવાબદારી ગુજરાત પોલીસને સોંપવામાં આવી છે. દિલ્હીમાં 250 પોલીસ કંપનીઓની માંગ કરવામાં આવી છે. જેમાંથી 220 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ દળ પેટ્રોલિંગ, આંતરરાજ્ય સરહદોની તપાસ અને મતદાન મથકોની સુરક્ષામાં રોકાયેલું છે.
બીજી તરફ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કેજરીવાલના સવાલનો જવાબ આપતા કહ્યું કે, ચૂંટણી પંચના માનક પ્રોટોકોલ મુજબ વિવિધ રાજ્યોમાંથી પોલીસ દળોને બોલાવવા એ એક સામાન્ય પ્રક્રિયા છે. ગુજરાતનો ખાસ ઉલ્લેખ શા માટે? તેમણે માહિતી આપી કે 11 જાન્યુઆરીએ ગુજરાતથી એસઆરપીની આઠ કંપનીઓ દિલ્હી મોકલવામાં આવી છે.
આ ફેરફારને લઈને ભાજપ અને AAP વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ કેજરીવાલ પર ચૂંટણી પંચના સુરક્ષા પ્રોટોકોલથી વાકેફ હોવા છતાં વિવાદ ઊભો કરવાનો આરોપ લગાવ્યો છે.
જણાવી દઈએ કે, કેજરીવાલ સતત બીજેપી પર કાવાદાવા કરીને ચૂંટણી જીતવાના આરોપ લગાવી રહ્યાં છે. આ પહેલા પણ મતદાનમાં છેડછાડના આરોપ લગાવ્યા છે.












Click it and Unblock the Notifications
