Delhi Election 2025 : ડબલ એન્જીન સરકારમાં વીજળી બીલ ડબલ થઈ જશે, ગોપાલ રાયે બીજેપી પર કટાક્ષ કર્યો
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીને હરાવવા પુરી તાકાત લગાવી દીધી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરી છે.
આ ક્રમમાં હાલમાં જ મંત્રી ગોપાલ રાયે રોહતાશનગર અને સીલમપુરમાં ચૂંટણી સભાઓ સંબોધિત કરી. અહીં તેમણે આમ આદમી પાર્ટીની 10 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી.

ગોપાલ રાયે આમ આદમી પાર્ટીની ઉપલબ્ધિઓ ગણાવવા સાથે સાથે બીજેપી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. ગોપાલ રાયે કહ્યું કે, બીજેપીનું ડબલ એન્જિન સરકાર બનવાથી વીજળીનું બીલ પણ બમણું થઈ જશે.
તેમણે કહ્યું કે, કેજરીવાલની યોજનાઓને કારણે દિલ્હીવાસીઓ દર મહિને હજારો રૂપિયા બચાવે છે. ભાજપના લોકો વિચારે છે કે 2-3 હજાર રૂપિયા વહેંચીને તેઓ જીત મેળવી લેશે.
તેમણે કહ્યું કે, AAP સરકાર પહેલા દિલ્હીમાં સામાન્ય માણસ અને ઉચ્ચ વર્ગ માટે અલગ વ્યવસ્થા હતી. સામાન્ય લોકોના ઘરોમાં 10-10 કલાક સુધી વીજળી બંધ રહેતી હતી. ઝાડુનું બટન દબાવીને દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવ્યા. આપના સત્તામાં આવ્યા પછી દિલ્હીમાં દરેકને 24 કલાક વીજળી મળી અને બીલ પણ શૂન્ય થઈ ગયા.
ગોપાલ રાયે કહ્યું કે, પ્રથમ વખત દેશના લોકોએ ઝીરો પાણીનું બિલ જોયું. સરકારી શાળાઓ ખાનગી શાળાઓ કરતાં વધુ સારા પરિણામો આપતી જોઈ. મોહલ્લા ક્લિનિક મફત પરીક્ષણો અને સારવાર આપતા જોયા. દિલ્હી મહિલાઓને મફત બસ મુસાફરીની સુવિધા પૂરી પાડી રહ્યું છે.
તેમણે કહ્યું કે, દેશના દરેક રાજ્યમાં લોકો મતદાન કરે છે પરંતુ સામાન્ય માણસને સુવિધાઓ ફક્ત અરવિંદ કેજરીવાલ જ પૂરી પાડે છે. આજે દિલ્હીમાં સમાજના દરેક વર્ગને લાભ મળી રહ્યો છે. મફત શિક્ષણ, સારવાર, વીજળી અને પાણીની સુવિધાઓ સાથે, લોકો દર મહિને 4 થી 5 હજાર રૂપિયા બચાવી રહ્યા છે.
જણાવી દઈએ કે, દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થવા જઈ રહ્યું છે અને 8 ફેબ્રુઆરીએ પરિણામો જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
