Delhi Election 2025 : હવે દિલ્હીમાં ભાડુઆતોને પણ મફત વીજળી મળશે, અરવિંદ કેજરીવાલની જાહેરાત

Delhi Assembly Election 2025 : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે વિવિધ પાર્ટીઓએ લોકો માટે મફત સેવાઓનો પટારો ખોલ્યો છે.

આ ક્રમમાં જ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત ચૂંટણીમાં પાર્ટીને મોટી સફળતા અપાવી શકે છે.

Delhi Election 2025

દિલ્હીના લોકોને પાણી અને વીજળી મફત આપનારા અરવિંદ કેજરીવાલે હવે રાજ્યમાં ભાડે રહેતા લોકોને મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી દીધું છે. દુઃખની વાત છે કે ભાડૂતો આનો લાભ લઈ શકતા નથી. આના ઘણા કારણો હોઈ શકે છે. મારું માનવું છે કે ભાડૂતોને પણ આનો લાભ મળવો જોઈએ. દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી અમે એક યોજના લઈને આવીશું જેના હેઠળ ભાડૂતોને મફત વીજળી અને પાણીનો લાભ મળશે.

મફત વીજળી અને પાણી મુદ્દે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીવાસીઓને 200 યુનિટથી મફત વીજળી મળે છે. 200 થી 400 યુનિટ પર અડધો ચાર્જ વસૂલવામાં આવે છે. દિલ્હીમાં રહેતા ભાડૂતોને વિવિધ કારણોસર તેનો લાભ નથી મળી રહ્યો.

તેમણે કહ્યું કે, હવે અમારી સરકારે નક્કી કર્યું છે કે ભાડૂઆતો પણ દિલ્હીના રહેવાસી છે, તેથી તેમને પણ મફત વીજળી અને પાણી મળવું જોઈએ. હું જ્યાં પણ જાઉં છું, ભાડૂઆતો અમને ઘેરી લે છે. તેઓ કહે છે કે સરકારી શાળાઓમાં બાળકોને શિક્ષણ મળે છે, મોહલ્લા ક્લિનિક્સ અને હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ મળે છે.

દિલ્હીમાં રહેતા ભાડૂઆતો પણ ડીટીસી બસોમાં મફત સેવા અને વૃદ્ધ યાત્રા યોજનાનો લાભ લઈ રહ્યા છે પરંતુ તેમને મફત વીજળીનો લાભ નથી મળી રહ્યો.

કેજરીવાલે કહ્યું કે, આને ધ્યાનમાં રાખીને અમારી સરકારે યોજના બનાવી છે કે ચૂંટણી પછી અમારી સરકાર ભાડૂતોને મફત વીજળી અને પાણી પૂરું પાડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X