Delhi Election 2025 : આ પાર્ટી દિલ્હીમાં 25 ઉમેદવારો ઉતારશે, વધારી શકે છે કેજરીવાલનું ટેન્શન
Delhi Assembly Elections 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નવા ખેલાડીઓ મેદાનમાં આવી રહ્યાં છે.
દિલ્હીમાં પહેલાથી જ ત્રિકોણીય મુકાબલો છે ત્યારે હવે વધુ એક પાર્ટીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ જાહેરાત કેજરીવાલનું ટેન્શન વધારી શકે છે.

અહેવાલો અનુસાર, અજીત પવારની એનસીપી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારવા જઈ રહી છે. અજીત પવાર આ ચૂંટણીમાં પોતાના 25 ઉમેદવારો ઉતારી શકે છે.
અજિત પવાર જૂથે એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાર્ટી મહત્વપૂર્ણ છે. NCP રાષ્ટ્રીય રાજધાનીમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવીને આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જેવી મોટી પાર્ટીઓ સાથે ટકરાવા જઈ રહી છે.
જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી જ્યારે NCP એ મહારાષ્ટ્રની બહાર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હોય. અજિત પવાર અને શરદ પવારના નેતૃત્વમાં પાર્ટીમાં ભાગલા પડ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હશે.
અગાઉ 2020 ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં NCP એ પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરંતુ કોઈ સફળતા મળી ન હતી. આ વખતે અજિત પવારે પોતાની રણનીતિ વધુ આક્રમક બનાવી છે અને 25-30 મતવિસ્તારોની ઓખળ કરી છે.
૫ ફે0બ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી શકે છે. NCPની આ ટક્કરને વધુ રસપ્રદ બનાવી છે. ચૂંટણી પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે.












Click it and Unblock the Notifications
