Delhi Election Results 2025 : અરવિંદ કેજરીવાલની હાર પર કુમાર વિશ્વાસે શું કહ્યું?
Delhi Election Result 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર થઈ છે. અહીં પાર્ટી સાથે સાથે અરવિંદ કેજરીવાલ સહિતના ઘણા મોટા નેતાઓ હાર્યા છે.
દિલ્હીમાં બીજેપી 48 સીટો સાથે સરકાર બનાવવા જઈ રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી માત્ર 22 સીટો પર સમેટાઈ ગઈ છે.

અરવિંદ કેજરીવાલ પોતાની નવી દિલ્હી બેઠક હાર્યા છે. કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયાને પણ બેઠક ગુમાવવી પડી છે. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની હાર પર હવે કવિ અને AAPના પૂર્વ નેતા કુમાર વિશ્વાસે પ્રતિક્રિયા આપી છે.
કુમાર વિશ્વાસે કેજરીવાલની હાર પર દિલ્હીવાસીઓને અભિનંદન આપ્યા અને આભાર માન્યો છે. કુમાર વિશ્વાસે કહ્યું કે, હું દિલ્હીના નાગરિકોને સારા શાસન માટે અભિનંદન આપું છું. હવે દિલ્હીમાં ભાજપ પોતાના નેતૃત્વ હેઠળ સરકાર બનાવીને છેલ્લા 10 વર્ષના દુઃખ દૂર કરશે.
તેમણે કહ્યું કે, AAPના બધા કાર્યકર્તાઓને કહીશ કે તમે જે કોઈપણ લાલચમાં બધું જાણતાં હોવા છત્તા આ વ્યક્તિના સમર્થનમાં કામ કર્યું, જેને પોતાના મિત્રોની પીઠમાં છરો માર્યો અને લોકોને છેતર્યા.
કુમાર વિશ્વાસે સ્વાતી માલીવાલનું નામ લીધા વગર કહ્યું કે, આ વ્યક્તિએ પોતાની સાથે ખભે થી ખભો મિલાવી કામ કરતી મહિલાને પણ પીટાવી. પોતાના અંગત આનંદ અને સગવડો માટે જનતાના રૂપિયા ખર્ચ્ચા. હવે આશા છોડો, બહાર નીકળો અને પોતાનું જીવન જીવો.
કુમાર વિશ્વાસે આગળ કહ્યું કે, હું રાઘવેન્દ્ર સરકાર શ્રીરામની કૃપા પ્રાપ્તીથી હું અહીં ઊભો છું. મારી ઉપર કૃષ્ણ કૃપા પણ થઈ, જેના કારણે હું આ નિર્લજ્જ સર્કસમાંથી બહાર આવી શક્યો.












Click it and Unblock the Notifications
