For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી ચૂંટણીઃ ભાજપે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી

ભારતીય જનતા પાર્ટીએ દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીએ દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 57 વિધાનસભા સીટો પર ઉમેદવારોના નામનુ એલાન કરવામાં આવ્યુ છે. દિલ્લી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ ઉમેદવારોના નામોનુ એલાન કર્યુ છે. ગઈ ચૂંટણીમાં આપમાંથી જીતેલા અને કેજરીવાલ સરકારમાં મંત્રી રહેલા કપિલ મિશ્રાને મૉડલ ટાઉન સીટથી ભાજપે ટિકિટ આપી છે. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે પડપટગંજ સીટ પર ભાજપના રવિ નેગીને ટિકિટ આપવામાં આવી છે. રોહિણી સીટથી વિજેન્દ્ર ગુપ્તાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. દિલ્લીની 70 વિધાનસભા સીટો પર 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનુ છે.

કોને ક્યાંથી ટિકિટ

કોને ક્યાંથી ટિકિટ

નરેલા વિધાનસભા સીટથી નીલદમન ખત્રી, તિમારપુરથી સુરેન્દ્ર સિંહ બિટ્ટુ, રિઠાલાથી મનીષ ચૌધરી, બવાનાથી રવિન્દ્ર કુમાર ઈંદ્રાજ, બાદલીથી વિજય ભગત, કિરાડીથી અનિલ ઝા, ચાંદની ચોકથી સુમન ગુપ્તા, ગ્રેટર કૈલાશથી શિખા રાય, વિશ્વાસ નગરથી ઓપી શર્મા, શકૂરબસ્તીથી એસસી વત્સ, વઝીરપુરથી મહેન્દ્ર નાગપાલ, જનકપુરથી આશીષ સુદ, શાલીમારબાગથી રેખા ગુપ્તા, મંગોલપુરથી કરમ સિંહ કર્મા, વઝીરપુરથી ડૉ. મહેન્દ્ર નાગપાલ, સદરબજારથી જયપ્રકાશ ગુપ્તા, મટિયામહલથી રવિન્દ્ર ગુપ્તા, ત્રિનગરથી તિલકરામ ગુપ્તા, માદીપુરથી કૈશાલ સાંપલા, નઝફગઢથી અજિત ખડખડી, મટિયાલાથી રાજેશ ગહેલોત, માલવીય નગરથી શૈલેન્દ્ર સિંહ મોંટી, જંગપુરાથી આઈ એસ બખ્શી, રાજેન્દ્રનદરથી આર પી સિંહ, પાલમથી વિજય પંડિતને ટિકિટ મળી છે.

8 ફેબ્રુઆરીના રોજ મતદાન

દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પત્ર દાખલ કરવાની પ્રક્રિયા મંગળવાર (14 જાન્યુઆરી)થી શરૂ થઈ ચૂકી છે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે. આપ તરફથી બધી 70 સીટો પર ઉમેદવાર જાહેર કરામાં આવી ચૂક્યા છે. કોંગ્રેસ હજુ ઉમેદવારોના નામનુ એલાન કર્યુ નથી. દિલ્લીમાં બધી 70 સીટો પર એક તબક્કામાં આઠ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. પરિણામો 11 ફેબ્રુઆરીના રોજ આવશે.

ભાજપ સામે આપ અને કોંગ્રેસ

ભાજપ સામે આપ અને કોંગ્રેસ

દિલ્લીમાં વિધાનસભાની 70 સીટો પર 2015માં થયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતીને સરકાર બનાવી હતી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપને આ ચૂંટણીમાં 3 સીટો પર જીત મળી હતી. વળી, કોંગ્રેસને એક પણ સીટ મળી નહોતી. 2015માં આપે 54.3 ટકા વોટશેર મેળવ્યા હતા. ભાજપ 32.3 ટકા વોટ સાથે બીજા નંબરે હતુ. કોંગ્રેસના વોટશેર 9.7 ટકા રહ્યા હતા. આ ચૂંટણીમાં પણ મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લોજપા, જદયુ જેવા ઘણી બીજા દળો પણ ચૂંટણી મેદાનમાં છે.

આ પણ વાંચોઃ તમિલ સુપરસ્ટાર રજનીકાંત સામે આ કારણે નોંધાઈ ફરિયાદઆ પણ વાંચોઃ તમિલ સુપરસ્ટાર રજનીકાંત સામે આ કારણે નોંધાઈ ફરિયાદ

English summary
Delhi Elections 2020 BJP announces list of 57 candidates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X