For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીને દોષ દેતી નહિ પરંતુ નિર્ણયો લેતી સરકારની જરૂરઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દિલ્લીને દોષ દેતી નહિ પરંતુ નિર્ણયો લેતી સરકાર જોઈએ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દિલ્લીને દોષ દેતી નહિ પરંતુ નિર્ણયો લેતી સરકાર જોઈએ. ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક મોદીએ કહ્યુ કે જે વિકાસને રોકે નહિ પરંતુ બધાને સાથે લઈને ચાલે. મંગળવારે દિલ્લીના દ્વારકામાં ભાજપ ઉમેદવારોના પક્ષમાં રેલીને સંબોધિત કરીને મોદીએ કોંગ્રેસ અને કેજરીવાલ પર નિશાન સાધ્યુ. દિલ્લીમાં ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી થવાની છે. દિલ્લીની બધી 70 સીટો પર એક જ તબક્કામાં 8 ફેબ્રુઆરીએ મત નાખવામાં આવશે.

pm modi

દ્વારકાના ડીડીએ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીની રેલીને સંબોધિત કરીને મોદીએ કહ્યુ, દિલ્લીની આ ચૂંટણી, આ દશકની પહેલી ચૂંટણી છે. આ દશકમાં ભારતની પ્રગતિ તેના આજે લેવાયેલા નિર્ણયો પર નિર્ભર કરશે. આજે એક તરફ આ નિર્ણયો લેનાર પક્ષ છે અને બીજી તરફ આ નિર્ણયો વિરુદ્ધ ઉભેલો પક્ષ છે. દિલ્લી અને દેશના હિતમાં આ વખતે એકજૂટ, એક સ્વર, પૂરી તાકાત સાથે આપણે ઉભુ રહેવાનુ છે. દિલ્લીને દોષ દેતી નહિ પરંતુ દિશા આપતી સરકાર જોઈએ. દિલ્લીને રોડા અટકાવનારી અને નફરત ફેલાવનારી રાજનીતિથી મુક્તિ જોઈએ.

આયુષ્માન યોજના વિશે મોદીએ કહ્યુ કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ લાગુ કરવાની દિલ્લી સરકારે મનાઈ કરી દીધી છે. દિલ્લીના ગરીબોનો શું ગુનો છે કે તેમને 5 લાખ રૂપિયા સુધી મફત ઈલાજ આપતી આયુષ્માન ભારત યોજનાનો લાભ નથી મળતો. દિલ્લીમાં એવી બેદર્દ સરકાર બેઠી છે જેને દિલ્લીવાળાની જિંદગીની પરવા નથી. દિલ્લીના બેઘર લોકોનો શું ગુનો છે કે તેમને પીએમ આવાસ યોજના હેઠળ પોતાનુ ઘર નથી મળતુ. દિલ્લીના ખેડૂતોનો શું ગુનો છે કે તેમને પીએમ કિસાન સમ્માન નિધિનો લાભ નથી મળતો. દિલ્લી સરકારે મેટ્રોના ચોથા તબક્કાના વિસ્તારને 2 વર્ષ સુધી મંજૂરી ન આપી.

આ પણ વાંચોઃ બાપૂ પર નિવેદનબાજી માટે સામે આવી હેગડેની સફાઈ, પાર્ટીએ પણ લીધી એક્શનઆ પણ વાંચોઃ બાપૂ પર નિવેદનબાજી માટે સામે આવી હેગડેની સફાઈ, પાર્ટીએ પણ લીધી એક્શન

English summary
delhi elections PM Narendra Modi speech BJP public rally Dwarka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X