દિલ્હીઃ AIIMSની બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 22 ગાડી પહોંચી
દિલ્હીઃ AIIMSની બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 22 ગાડી પહોંચી
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમ સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)ની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે. એમ્સની પહેલી અને બીજી બિલ્ડિંગમાં આગ લાગી છે. આગ લાગવાની સૂચના મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટના સ્થલે પહોંચી ગઈ છે. ટીચિંગ બ્લૉકમાં આગ લાગી હોવાની માહિતી મળી છે, જે બાદ ઈમરજન્સી વોર્ડને પ બંધ કરી દેવામાં આવ્યો છે. શરૂઆતી જાણકારીમાં સામે આવ્યું છે કે શનિવારે સાંજે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. ફાયર બ્રિગેડની 22 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે. આગમાં ફસાયેલ લોકોને કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. જાનમાલના નુકસાનની કોઈ જાણકારી મળી નથી.













Click it and Unblock the Notifications
