For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Fire: ફાયરમેન રાજેશ શુક્લા છે અસલી હીરો, એકલાએ જ બચાવ્યા 11 જીવ

Delhi Fire: ફાયરમેન રાજેશ શુક્લા છે અસલી હીરો, એકલાએ જ બચાવ્યા 11 જીવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીની અનાજ મંડીમાં ચાલી રહેલ ફેક્ટરીમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં 43 લોકોના દર્દનાક મોત થયાં છે. ઘટના બાદ મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું. એવામાં એક ફાયર ફાયટરે પોતાના જીવની પરવા કર્યા વિના બિલ્ડિંગમાં ઘૂસી એકલાએ જ 11 લોકોના જીવ બચાવ્યા. બચાવ અભિયાન દરમિયાન તેમના પગમાં ઈજા પહોંચી અને હાલ એલએનજેપી હોસ્પિટલમાં તેમનો ઈલાજ થઈ રહ્યો છે. આવો જાણીએ આ રિયલ હીરો વિશે જેમની સૌતરફ ચર્ચા થઈ રહી છે...

11 લોકોના જીવ બચાવ્યા

11 લોકોના જીવ બચાવ્યા

અનાજ મંડી વિસ્તારમાં આગથી ભભકી રહેલી બિલ્ડિંગમાં પ્રવેશ કરનાર પહેલા ફાયરમેનમાંથી એક દિલ્હી ફાયર સર્વિસના કર્મચારી રાકેજે શુક્લા છે. રાજેશ શુક્લાએ બિલ્ડિંગમાં પ્રવેશ કરી 11 લોકોના જીવ બચાવ્યા. બચાવ અભિયાન દરમિયાન તેમના પગમાં ઈજા પહોંચી અને હાલ એલએનજેપી હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે દિલ્હીના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને રાજેશ શુક્લાથી હોસ્પિટલમાં મુલાકાત કરી.

સત્યેન્દ્ર જૈને ટ્વીટ કરી કહ્યું- આ છે રિયલ હીરો

સત્યેન્દ્ર જૈને ટ્વીટ કરી કહ્યું- આ છે રિયલ હીરો

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ફાયર વિભાગના કર્મચારીના વખાણ કરતાં તેને રિયલ હીરો ગણાવ્યા છે. જૈને ટ્વીટ કરતા લખ્યું, ફાયર ફાયટર રાજેશ શુક્લા અસલી હીરો છે. તેઓ પહેલા ફાયરમેન છે, જેઓ બિલ્ડિંગમાં ઘૂસ્યા અને 11 લોકોના જીવ બચાવ્યા. હાડકામાં ઈજા થવા છતાં તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું. હું આ બહાદુર હીરોને સલામ કરું છું.

સવારે 5 વાગ્યે આગ લાગી હતી

સવારે 5 વાગ્યે આગ લાગી હતી

જાણકારી મુજબ રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ મંડીમાં રવિવારે સવારે 5 વાગ્યે બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી. જે ત્રણ ઘરમાં આગ લાગી તે ત્રણેય ઘર એકબીજા સાથે જોડાયેલ હતા, જેના કારણે ઈમારતમાં આગ તેજ ગતિએ ફેલાઈ ગઈ અને આખી બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગઈ. જણાવી દઈએ કે જે ફેક્ટરીમાં આગ લાગી તે ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી.

Delhi: અનાજ મંડીમાં લાગી ભીષણ આગ, 30 લોકોએ જીવ ગુમાવ્યાDelhi: અનાજ મંડીમાં લાગી ભીષણ આગ, 30 લોકોએ જીવ ગુમાવ્યા

English summary
delhi fire: rajesh shukla is real hero, saved 11 life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X