Delhi Flood: દિલ્લીમાં ફરીથી વધ્યુ યમુનાનુ પાણી, જાણો હાલની સ્થિતિ, લોકોની મુશ્કેલીઓ
Delhi Flood: દિલ્હીમાં પૂરનુ જોખમ હજુ ટળ્યુ નથી. શુક્રવારે રાત્રે (21 જુલાઈ) દિલ્હીમાં યમુના નદીનું જળ સ્તર ફરી એકવાર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. દિલ્હીમાં પૂરના કારણે ઘણા લોકોને કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે. જો કે, ત્યાં પણ તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
કેટલાક લોકોએ શેલ્ટર હોમ પાસે ચોરીની ફરિયાદ પણ કરી છે. સાથે જ અનેક લોકોની માંગ છે કે તેમને રહેવા માટે કાયમી જગ્યા જોઈએ.

દિલ્હીના પૂર પ્રભાવિત લોકો સિગ્નેચર બ્રિજ પાસે રાહત શિબિરોમાં રહે છે. સિગ્નેચર બ્રિજ પાસેના કેમ્પમાં રહેતા લક્ષ્મણ દાસે જણાવ્યું કે, અમે સિગ્નેચર બ્રિજ પાસેના કેમ્પમાં રહીએ છીએ. અમે દિલ્હી સરકારને વિનંતી કરીએ છીએ કે અમને રહેવા માટે જગ્યા આપો. જ્યારે પણ વિસ્તારમાં પૂર આવે છે ત્યારે અમારે સ્થળાંતર કરવું પડે છે.
મયુર વિહાર ફેઝ 1માં રાહત શિબિરમાં રહેતા જગદીશ કહે છે, "હવે પાણીનું સ્તર ફરી વધી ગયું છે, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અમારે કેમ્પમાં રહેવું પડશે. અમને દિલ્હી સરકાર તરફથી પાણી, ભોજન, ચા અને રાશન મળી રહ્યું છે."
શેલ્ટર હોમમાં રહેતા એક વ્યક્તિએ કહ્યું, "જ્યારે અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે અમે અહીં શેલ્ટર હોમમાં આવ્યા હતા. અમને પૂરની કોઈ આગોતરી સૂચના મળી ન હતી, તેથી અમે બધું બહાર કાઢી શક્યા નહોતા. શરૂઆતમાં અમને ખાવાનું મળતું ન હતું. પરંતુ છેલ્લા 2-3 દિવસથી અમને ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. જો કે, અમે અમારા પશુધન અને રહેવાની જગ્યા ગુમાવી હોવાથી કોઈ વળતર આપવામાં આવતું નથી. મારી ત્રણ બકરીઓ અહીંથી ચોરાઈ ગઈ છે.''
અન્ય એક પીડિતાએ કહ્યું, "જ્યારે થોડા દિવસો પહેલા વરસાદ શરૂ થયો ત્યારે અમે ઉપર તરફ આવ્યા. અમારો કેટલોક સામાન અમે અગાઉ જે આશ્રયસ્થાનોમાં રહેતા હતા ત્યાં જ રહી ગયો હતો. 3-4 દિવસથી અમારી પાસે આશ્રય નહોતો અને વરસાદ પણ પડી રહ્યો હતો. હવે અમને આ ટેન્ટ મળ્યા છે. અહીં અમને ખાવાનું મળે છે, વીજળી પણ મળે છે. પરંતુ ચોરી એક મોટો મુદ્દો છે. સવારે કેટલાક બકરા ચોરાઈ ગયા છે.''
#WATCH | "We live in a camp near Signature Bridge. We request the Delhi govt to give us a space to live. We have to relocate every time there is flood in the area...," says Lakshman Das, an occupant of the relief camp near signature bridge. pic.twitter.com/GgUwHzJLJc
— ANI (@ANI) July 22, 2023












Click it and Unblock the Notifications
