દિલ્હી ગેંગ રેપ પીડિતાની શિક્ષણ ફી પાછી અપાશે

આ અંગે સંસ્થાના રેકોર્ડમાં નોંધાયું છે કે તેણે વર્ષ 2008માં બેચલર ઓફ ફિઝિયોથેરાપીના અભ્યાસ માટે રૂપિયા 1.8 લાખની ડિપોઝિટ ભરી હતી. આ અંગે સંસ્થાના ડાયરેક્ટરનું કહેવું છે કે "હું જાતે દિલ્હી જઇશ અને પીડિતાના પરિવારજનોને મળીશ. હું તેના પરિવારને ફી પાછી આપીશ."
ડાયરેક્ટરે જણાવ્યું કે "તે ખૂબ હોંશિયાર વિદ્યાર્થિની હતી. તેણી તેના ચોથા વર્ષના પરિણામની રાહ જોઇ રહી હતી. પરિણામ જાન્યુઆરીમાં જાહેર થવાનું છે."
તેના ટીચરે જણાવ્યું કે "મને તે હાર્ડવર્કને કારણે યાદ છે. 23 વિદ્યાર્થીઓના વર્ગમાં હંમેશા તે બીજા કે ત્રીજા ક્રમે આવતી હતી." ડાયરેક્ટરે જણાવ્યું કે હાઇસ્કૂલની પરીક્ષામાં તેણે 78 ટકા મેળવ્યા હતા. ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં 72 ટકા મેળવ્યા હતા. અમારી ઇન્સ્ટિટ્યુટમાં પ્રવેશ મેળવતા પહેલા તેણે પ્રી મેડિકલ ટેસ્ટ (પીએમટી) આપી હતી.












Click it and Unblock the Notifications
