રામ સિંહે આત્મહત્યા શા માટે કરી? અનેક પ્રશ્નો ઉઠ્યાં

આમ તો જેલ પ્રશાસન તરફથી રામ સિંહની આત્મહત્યાની પૃષ્ટિ કરવામાં આવી છે. જણાવવામાં આવ્યા અનુસાર, રામ સિંહે આજે સવારે પાંચ વાગ્યે જેલની શેલ્ફમાં કપડા બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. જ્યારે જેલ કર્મચારી સવારે રાઉન્ડમાં નિકળ્યા અને તેની સેલ પાસે ગયા ત્યારે રામસિંહનો મૃતદેહ લટકી રહ્યો હતો.
આ બનાવ અંગે તિહાર જેલના પ્રમુખ રહી ચૂકેલા કિરણ બેદીએ કહ્યું કે રામ સિંહ જેવા બળાત્કારીઓને જેલના બીજા કેદીઓ પણ ઘૃણા કરતા હતા. તેવામાં જેલ પ્રશાસનની સંપૂર્ણ જવાબદારી બને છે કે તે રામ સિંહ જેવા કેદીઓને તેના સાથી કેદીઓથી પણ સુરક્ષિત રાખે.
બની શકે છે કે રામ સિંહ પણ પોતાના સાથી કેદીઓની ઉપેક્ષા અને ગુસ્સાનો શિકાર બન્યો હોય જેના કારણે તેણે આત્મહત્યા કરી હોય, પરંતુ આ બનાવની સંપૂર્ણ તપાસ થવી જોઇએ. કિરણ બેદીએ કહ્યું કે રામ સિંહને એ વાતનો પણ અંદાજો આવી ગયો હતો કે તમામ પુરાવાઓ તેની વિરુદ્ધ છે અને તેની બચવાની આશાઓ ઘણી ઓછી છે, તેથી તેણે જાતે જ મોતને ગળે લગાવી લીધી.
તમને જણાવી દઇએ કે 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીમાં ચાલતી બસમાં રામ સિંહ અને તેના સાથીઓએ પૈરામેડિકલ વિદ્યાર્થિની સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ રામ સિંહ અને તેના સાથીઓએ વિદ્યાર્થિનીને ચાલું બસમાંથી નીચે ફેંકી દીધી હતી. સરકારે વિદ્યાર્થિનીને સારવાર અર્થે સિંગપોર મોકલી હતી પરંતુ તે બચી શકી નહોતી. આ શરમજનક ઘટના બાદ બળાત્કાર વિરુદ્ધ દિલ્હીના માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. લોકોએ રામ સિંહ અને તેના સાથીઓ માટે ફાંસીની માંગ કરી હતી.












Click it and Unblock the Notifications
