ગીતિકાની માતાએ સુસાઇડ નોટમાં લખ્યું, 'બેટા તુ મજબૂત બનજે'

gopal-kanda-geetika
નવીદિલ્હી, 17 ફેબ્રુઆરીઃ ગીતિકાની માતાએ શુક્રવારે પોતાની સુસાઇડ નોટમાં એ લોકો પર જ આરોપ મુક્યો છે જે લોકો પર તેમની પુત્રીએ આત્મહત્યા પહેલા પોતાની સુસાઇડ નોટમાં લગાવ્યા હતા. ગીતિકાની માતાએ લખ્યું છે કે તે આટલું મોટું પગલું એટલા માટે ભરી રહ્યાં છે, કારણ કે તેમના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યો છે. 52 વર્ષીય અનુરાધા શર્માએ સાંજે 5.50 વાગ્યે અશોક વિહાર સ્થિત પોતાના ઘરના બેડરૂમમાં ફાંસી પર લટકેલા જોવા માળ્યા હતા.

પોતાની સુસાઇડ નોટમાં તેમણે હરિયાણાના પુર્વ મંત્રી ગોપાલ કાંડા અને તેમના સહયોગી અરુણા ચઢ્ઢાનું નામ લીધુ હતુ, જેમને તેમની પુત્રીએ પોતાની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું, 'આત્મહત્યાના દિવસે તેમણે તેમના પુત્ર અંકિતને ઓફિસેથી બપોરે જમવા માટે ઘરે આવવા માટે કહ્યું હતું, તે તેમના ઘરથી થોડેક દૂર છે. તેમણે બહાર આવવાની ના પાડીને અંદર જ જમી લેવાની વાત કરી હતી.'

અધિકારીએ કહ્યું, ' એક સંબંધી જ્યોતિએ અનુરાધાનો મૃતદેહ એ જ રૂમમાં પંખા સાથે લટકતો જોયો, જ્યાં ગીતિકાએ આત્મહત્યા કરી હતી. તેમણે ગીતિકાના ભાઇ અંકિતને ફોન કરીને ઘટના અંગે જણાવ્યું.' દિલ્હી પોલીસે જણાવ્યું કે, કાંડા અને અરૂણા વિરુદ્દ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. કરુણાકરણનું કહેવુ છે કે અમે અનુરાધાના ફોન કોલના રેકોર્ડની મદદથી લઇ રહ્યા છે, જેથી ખબર પડે કે કાંડા, અરૂણા અને તેમના સહયોગીમાંથી કોઇએ ગીતિકાના પરિવારને ધમકી તો નથી આપીને કે હેરાન તો નથી કર્યા ને. નોંધનીય છે કે અનુરાધાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ શનિવારે 2 વાગ્યે બાબુ જગજીવન રામ મેમોરિયલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X