દિલ્લી સરકારની વિજળી સબસિડી યોજનાનો સમયગાળો લંબાવ્યો, જાણો ક્યાં સુધી રહેશે લાગુ

દિલ્લીના લોકોને 200 યુનિટના માસિક વપરાશ પર મફત વીજળી મળતી રહેશે. 201-400 યુનિટનો ઉપયોગ કરનારાઓને 50 ટકા સબસિડી મળશે. શિક્ષણ મંત્રી આતિશીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં વીજળી સબસિડી માટે મળેલી અરજીઓને એપ્રિલ 2024 સુધી માન્ય ગણવામાં આવશે.

તેમણે કહ્યુ કે, 'ભાજપ અને ઉપરાજ્યપાલ દ્વારા યોજનાને રોકવાના પ્રયાસો છતાં આ નિર્ણય આવ્યો કરવામાં આવ્યો છે.' મંત્રીએ અગાઉ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા ખેડૂતો અને વકીલોને આપવામાં આવતી મફત વીજળીને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

arvind kejriwal

આતિશીના આરોપોને પગલે ભાજપે તેમના પર ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો કે ખેડૂતોને મફતમાં વીજ પુરવઠો મળી રહ્યો છે અને દાવો કર્યો હતો કે તેમને 'ફિક્સ ચાર્જ'ના કારણે હજારો રૂપિયાના બિલ મળી રહ્યા છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક નિવેદનમાં દિલ્લીના લોકોનો તેમના સમર્થન માટે આભાર માન્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે જ્યાં સુધી તેઓ અહીં છે ત્યાં સુધી તેમને 'કોઈ સમસ્યા'નો સામનો કરવો પડશે નહીં.

કેજરીવાલ સરકારે 2019માં મફત વીજળી યોજના શરૂ કરી હતી. આતિશીએ કહ્યું કે પાવર સબસિડી અંગેની ફાઇલ હજુ સુધી દિલ્લી સરકારને સત્તાવાર રીતે રજૂ કરવામાં આવી નથી અને દાવો કર્યો કે પાવર વિભાગના અધિકારીઓએ કહ્યુ છે કે તેઓ મફત પાવર યોજનાને રોકવા માટે "દબાણ" હેઠળ છે.

ઉર્જા મંત્રીએ કહ્યું કે દર વર્ષની જેમ, જ્યારે પાવર સબસિડી યોજના ચાલુ રાખવા માટે કેબિનેટ નોટ તૈયાર કરવાની હતી, ત્યારે પાવર વિભાગના અધિકારીઓને બળજબરીથી ઉપરાજ્યપાલની ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.

મંત્રી આતિશીએ કહ્યુ, 'તે બધાએ અધિકારીઓને ધમકાવ્યા અને ફાઇલ પર લખેલી એક નોંધ મેળવી કે વકીલો અને ખેડૂતોને આપવામાં આવતી સબસિડી નાબૂદ કરવી જોઈએ.' સત્તાવાર ડેટા મુજબ, દિલ્લીમાં 58 લાખથી વધુ સ્થાનિક ગ્રાહકોમાંથી, 48 લાખથી વધુ લોકોએ સબસિડી પસંદ કરી છે. કેજરીવાલે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે સબસિડી ફક્ત તે જ ગ્રાહકોને આપવામાં આવશે જેમણે તેના માટે અરજી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X