દિલ્લીમાં દારુની દુકાનોના લાયસન્સ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યા
દિલ્લીમાં નવી એક્સાઈઝ પોલિસીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.
નવી દિલ્લીઃ દિલ્લીમાં નવી એક્સાઈઝ પોલિસીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. કેજરીવાલ સરકારે દારૂની દુકાનોના લાયસન્સ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રાખવાની મુદત વધારી દીધી છે. એલ-3/33 લાયસન્સ હેઠળ ચાલતી દારૂની દુકાનોને 30 સપ્ટેમ્બર સુધીની માન્યતા આપવામાં આવી છે. આ અંગે સરકાર તરફથી એક પરિપત્ર જાહેર કરીને માહિતી આપવામાં આવી છે.

પરિપત્રમાં એવુ કહેવામાં આવ્યુ છે કે L-3/33 લાયસન્સ હેઠળ ચાલતી દુકાનોને જો તેઓ આગળ દુકાન ચલાવવા માંગતા હોય તો તેમને બે મહિનાનુ વધારાનું એક્સટેન્શન આપવામાં આવી રહ્યુ છે. આ 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી આપવામાં આવે છે. તેના દ્વારા દુકાનદારો રજિસ્ટર્ડ બ્રાન્ડનો દારૂ વર્તમાન ભાવે વેચી શકશે. પરંતુ તેઓએ બે મહિનાની ફી જમા કરાવવી પડશે. જે દુકાનદારો પાસે એવા લાયસન્સ છે જેને લંબાવી શકાય નહિ તેમને નિયત મર્યાદા પછી દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવશે નહિ, તેમની અપીલ સ્વીકારવામાં આવશે નહિ.












Click it and Unblock the Notifications
