દિલ્લી સરકારનુ મૉડલ વર્ચ્યુઅલ સ્કૂલ, છાત્રોને સારુ શિક્ષણ આપવાની યોજના
Delhi Model Virtual School: દિલ્લીની કેજરીવાલ સરકાર તેની શિક્ષણ પ્રણાલીમાં નવા ફેરફારો માટે જાણીતી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના બીજા કાર્યકાળમાં અત્યાર સુધી ઘણા પ્રયાસો કર્યા છે. NDMCની તમામ શાળાઓ સ્માર્ટ રીતે શિક્ષણ પ્રદાન કરી રહી છે. શિક્ષણ ક્ષેત્રને સંપૂર્ણ રીતે ડિજીટલ કરવાની કવાયત ચાલી રહી છે. તમામ પ્રાથમિક વર્ગોને 'સ્માર્ટ ક્લાસરૂમ'માં રૂપાંતરિત કરવાનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.
દિલ્લી મૉડલ વર્ચ્યુઅલ સ્કૂલ ગયા વર્ષે જ શરૂ કરવામાં આવી હતી. રાજ્યની સરકારી શાળાઓમાં 9થી 12 સુધીનુ ઑનલાઈન શિક્ષણ હશે અને દેશના કોઈપણ ખૂણામાં રહેતો 13થી 18 વર્ષનો કોઈપણ વિદ્યાર્થી આ શાળામાં પ્રવેશ મેળવી શકશે, જે બાળકો ઑનલાઈન વર્ગો કરી ના શકે તેમને રેકૉર્ડ કરેલા ક્લાસ ભણવાનો મોકો મળશે.

વિદ્યાર્થીઓ શાળાની વેબસાઇટ www.dmvs.ac.in પર જઈને 4 સપ્ટેમ્બર સુધી પ્રવેશ માટે અરજી કરી શકે છે. 2023-24ના સત્રમાં, ફક્ત ધોરણ IXમાં પ્રવેશ આપવામાં આવશે, કોઈપણ વિદ્યાર્થી કે જેણે કોઈપણ માન્ય શાળામાંથી ધોરણ VIIIમાં અભ્યાસ કર્યો હોય તે અરજી કરી શકે છે. આ તે શાળાઓમાં લાગુ થશે જે દિલ્લી બોર્ડ ઑફ સ્કૂલ એજ્યુકેશન દ્વારા માન્ય છે.
મૉડલ વર્ચ્યુઅલ સ્કૂલમાં, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને JJE, NEET અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગની સુવિધા પણ મળશે. અહીં સ્કીલ તૈયારી પણ કરવામાં આવશે. દિલ્લી સરકારનુ માનવુ છે કે આનાથી સૌથી ગરીબ પરિવારના બાળકો પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકશે. તેમના માટે હવે JEE અને NEET જેવી પરીક્ષાઓ આપવી એ માત્ર સપનુ નહિ પણ વાસ્તવિકતા બની રહેશે.
મૉડેલ વર્ચ્યુઅલ સ્કૂલમાં નોંધણી કરાવનાર વિદ્યાર્થીઓને આઈડી અને પાસવર્ડ મળશે. જેના દ્વારા તે વર્ચ્યુઅલ સ્કૂલમાં જોડાઈ શકે છે. આ સ્કૂલિંગ પ્લેટફોર્મ ગૂગલ અને સ્કૂલ નેટ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યુ છે. વર્ચ્યુઅલ ક્લાસમાં, વિદ્યાર્થી લાઈવ ક્લાસમાં હાજરી આપી શકશે અને રેકોર્ડેડ ક્લાસ પણ જોઈ શકશે. આ ઉપરાંત ટ્યુટોરિયલ્સ, પૂરક શિક્ષણ સામગ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. બાળકોના મૂલ્યાંકનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
દિલ્લી મૉડલ વર્ચ્યુઅલ સ્કૂલમાં નિયમિત સરકારી સ્કૂલની જેમ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. મૉડેલ વર્ચ્યુઅલ સ્કૂલમાં કેટલાક 6 વિષયો ભણાવવામાં આવશે. જેમાં અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને કોમ્પ્યુટર સાયન્સનો સમાવેશ થશે. આ શાળા દ્વારા દેશભરના વિદ્યાર્થીઓ ઑનલાઈન અભ્યાસ કરી શકે છે. પરંતુ પરીક્ષા દિલ્લીમાં જ લેવામાં આવશે. તેમની પરીક્ષા કમ્પ્યુટર આધારિત હશે. પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
